કતારગામમાં લોન અપાવવાના બહાને યુવતી સાથે છેતરપીડી
કતારગામમાં લોન અપાવવાના બહાને યુવતી પાસે છે રૂપિયા 65000 પડાવી લઇ છેતરપીડી કરનાર ઠગ સામે ફરિયાદ નોંધાઇ છે
કતારગામ ઘંટેશ્વર સોસાયટી પ્રમુખ એપાર્ટમેન્ટમા ભાવિકા બેન નીતિનભાઈ પાંડવ પરિવાર સાથે છે. નિતીન ભાઈની પુત્રી ભાવિકાબેને પવન ભગવાનદાસ મઘવાણી સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે ભાવિકા બેન ને પવન માધવાણી એ પોતે લોન એજન્ટ છે તેવી ઓળખ આપી હતી.
અને પવને ભાવિકા બેનને 2.50 લાખની લોન આપવાની વિશ્વાસ આપ્યો હતો અને ઓનલાઈન લોન આપતી નોકિયા કંપની માંથી રૂપિયા એક લાખની ભાવિકા બેન ની લોન મંજૂર કરાવડાવી તેમને વધુ વિશ્વાસ પવને જીત્યો હતો. ત્યારબાદ બીજી લોન કરાવવાનો તેમજ પહેલી લોન કરાવવાનો વિશ્વાસ આપ્યો હતો અને ભાવિકા બેન ના ફોન થી પવને તેના મોબાઈલ ઉપર રૂ.65000 ટ્રાન્સફર કરાવ્યા હતા.
બાદમાં નવી લોન મંજૂર નહીં કરાવડાવી તેમજ જૂની લોન પણ ક્લોઝ નહીં કરી રૂપિયા 65,000 પડાવી લઇ ભાવનાબેન સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જેથી ભાવનાબહેને કતારગામ પોલીસ સ્ટેશનમાં પવન સામે ફરિયાદ આપતા પોલીસે વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.