ચેમ્બર દ્વારા યોજાનારા ‘પ્રિન્ટેક એકઝીબીશન’માં વિશ્વભરમાં વપરાતી ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મશીનરીઓનું પ્રદર્શન કરાશે
૧૪, ૧પ અને ૧૬ મે, ર૦રર ના રોજ સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘પ્રિન્ટેક’ એકઝીબીશન યોજાશે
સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આગામી તા. ૧૪, ૧પ અને ૧૬ મે, ર૦રર ના રોજ સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘પ્રિન્ટેક’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવશે. જેમાં વિશ્વભરમાં વપરાતી ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ એકઝીબીશનનો સુરતના ટેક્ષ્ટાઇલના ઉદ્યોગકારો તેમજ પ્રિન્ટીંગ એન્ડ પેકેજિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો લાભ લઇ શકશે.
આ એકઝીબીશનમાં નીચે મુજબની મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવશે.
– ટેક્ષ્ટાઇલ ફિનીશીંગ લાઇન મશીનરી
– સ્ક્રીન પ્રિન્ટીંગ
– કન્વર્ટીંગ એન્ડ પેકેજિંગ
– તમામ પ્રકારના ડિજીટલ પેપર્સ અને પ્રિન્ટીંગ ઇન્ક
– ઓફસેટ – ડિજીટલ પ્રિન્ટીંગ મટિરિયલ્સ
– ટેક્ષ્ટાઇલની સાથે સંકળાયેલી લેબલ ઇન્ડસ્ટ્રી
– ફેબ્રિક પ્રોસેસિંગ મશીન
– ડિજીટલ પ્રિન્ટીંગ મશીન
– સબ્લીમેશન પેપર્સ, ડિસ્પર્સ ઇન્ક
– કેલેન્ડર મશીન
– થ્રેડ ડાઇંગ મશીન્સ અને ઇન્કસ
– એમ્બ્રોઇડરી મશીન્સ
– એન્સીલરી ઇકવીપમેન્ટ તથા અન્ય પ્રોડકટ્સ