બિઝનેસ

ચેમ્બરના ‘વિવનીટ એકઝીબીશન (સેકન્ડ એડીશન)’માં એકઝીબીટર્સને આશરે રૂપિયા ૩પ૦ કરોડથી વધુનો બિઝનેસ જનરેટ થયો : ચેમ્બર પ્રમુખ હિમાંશુ બોડાવાલા

ત્રણ દિવસ દરમ્યાન સુરતના વેપારીઓ તથા દેશ – વિદેશમાંથી કુલ ર૩૮૯૦ જેન્યુન બાયર્સ તથા વિઝીટર્સે એકઝીબીશનની મુલાકાત લીધી હતી

સુરત.ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા ‘વિવનીટ એકઝીબીશન– ર૦રર (સેકન્ડ એડીશન)’ને સુરતના વેપારીઓ તથા દેશ – વિદેશમાંથી આવેલા જેન્યુન બાયર્સનો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે ચેમ્બર દ્વારા સુરતના વિવર્સ અને નીટર્સને પ્લેટફોર્મ આપવાના હેતુથી કરવામાં આવેલા પ્રયાસને જબરજસ્ત પ્રતિસાદ મળતા આ વર્ષે વિવનીટ પ્રદર્શનનું સેકન્ડ એડીશન યોજાયું હતું. જેને ગત વર્ષની તુલનામાં ચાર ગણી સફળતા મળી છે. ગત વર્ષે એકઝીબીટર્સને રૂપિયા ૧૦૦ કરોડનો બિઝનેસ મળ્યો હતો.

જ્યારે આ વખતે યોજાયેલા પ્રદર્શનમાં એકઝીબીટર્સને આશરે રૂપિયા ૩પ૦ કરોડથી વધુનો બિઝનેસ મળ્યો છે. પ્રદર્શનમાં ભાગ લેનારા એક એકઝીબીટર્સને સ્થળ પર રૂપિયા ૪ થી પ કરોડનો બિઝનેસ મળ્યો હતો. એકઝીબીશનમાં પ્રથમ દિવસે ૬૧પ૦ અને બીજા દિવસે ૧૦પ૦૦ બાયર્સે મુલાકાત લીધી હતી. જ્યારે ત્રીજા દિવસે ૭ર૪૦ વિઝીટર્સે પ્રદર્શનની મુલાકાત લેતા ત્રણ દિવસ દરમ્યાન કુલ ર૩૮૯૦ જેન્યુન બાયર્સ તથા વિઝીટર્સે એકઝીબીશનની વિઝીટ કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દુબઇથી આવેલા ટેકસમાસ ગૃપના પ્રતિનિધીઓ વિવનીટ પ્રદર્શન જોઇને ખૂબ જ પ્રભાવિત થયા હતા. સુરતની ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી માટેના તેમના વિચારો પ્રદર્શનની મુલાકાત બાદ બદલાઇ ગયા હતા. સુરત હવે ચાઇનાથી પણ આગળ નીકળી ગયું છે તેમ તેઓએ જણાવ્યું હતું અને એકઝીબીટર્સને સારો બિઝનેસ આપી ગયા છે. દુબઇના ટેકસમાસ ગૃપમાં પ૦૦ થી વધુ સભ્યો છે, જેઓ ૯૦ દેશોમાં એકસપોર્ટ કરે છે. આથી તેઓ ટેકસમાસના તમામ સભ્યોમાં સુરતના કાપડની કવોલિટી વિશે માહિતી આપશે અને તેઓને પણ સુરત આવવા માટે પ્રોત્સાહિત કરશે.

વિવનીટ પ્રદર્શનના ચેરમેન દીપપ્રકાશ અગ્રવાલે જણાવ્યું હતું કે, ભારતની મુખ્ય કાપડ મંડીઓમાંથી આવેલા મોટા ગજાના બાયર્સનો એરજેટના પ્લેન વિસ્કોસ અને ફેબ્રિકસ તથા રેપીયરના વિસ્કોસ ફેબ્રિકસમાં રસ દેખાયો હતો. નાયલોન ફેબ્રિક અને ટોપ ડાયડ સાડીઓની જેમ વોટરજેટના હોમ ફર્નીશીંગના પ્લેન ફેબ્રિક, ડોબી ફેબ્રિકની પણ ખૂબ જ ડિમાન્ડ રહી હતી. સાથે જ વોટરજેટના વેલ્યુ એડીશન ફેબ્રિકસની ડિમાન્ડ વધારે જોવા મળી હતી. પ્રદર્શનમાં આવેલા કેટલાક ગારમેન્ટ મેન્યુફેકચરર્સે ડેનીમ ફેબ્રિકની માંગ કરી હતી. દુબઇથી આવેલા ટેકસમાસ ગૃપના પ્રતિનિધીઓને ડેનીમ તથા એરજેટના પ્લેન વિસ્કોસ અને ફેબ્રિકસમાં રસ પડયો હતો.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સના કન્વીનર બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, બાપ્સ સ્વામી નારાયણ મંદિરના પુજારીઓએ પણ સોમવારે પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આગામી દિવસોમાં અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાનાર છે. આ મહોત્સવમાં સેવા માટે આવનારા બાળકો તથા બાલિકાઓ માટે ડ્રેસનું કાપડ પ્રદર્શનમાં સિલેકટ કરી ઓર્ડર આપવામાં આવ્યા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button