એજ્યુકેશન
અર્ચના વિદ્યા નિકેતન માં ગ્રેજ્યુએશન ડે ની ઉજવણી
વરાછા કમલ પાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતનમાં બાળભવન વિભાગના બાળકોનું ગ્રેજ્યુએશન ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. પા ..પા. પગલી કરતું બાળક જ્યારે શાળામાં પ્રવેશ કરે છે ત્યારે બધી જ બાબતો થી તદ્દન અજાણ હોય છે.
બાળકોને શિક્ષણ, સંસ્કાર અને શ્રેષ્ઠ જીવન શૈલી જીવતા શીખવીને પ્રાથમિક શાળા માટે એક આદર્શ વિદ્યાર્થી બનવા માટે તૈયાર કરેલ છે તો જીવનનો આ પ્રથમ સોપાન પૂર્ણ કર્યાની ખુશીમાં ગ્રેજ્યુએશન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વાલીઓનો ખુબજ ઉત્સાહપૂર્વક નો પ્રતિસાદ રહ્યો હતો.
શાળાના આચાર્યશ્રી રજીતા તુમ્મા , રાજકન્યા પાટીલ , ટ્રસ્ટી ધીરુભાઈ પરડવા એ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.