નેશનલ
બિહારના સીએમ નીતિશ કુમાર પણ કોરોના પોઝિટિવ
બિહારના સીએમઓએ ટ્વિટ કરીને કહ્યું કે સીએમ નીતિશ કુમાર હોમ આઇસોલેશનમાં છે
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. બિહારના સીએમઓએ ટ્વિટ કરીને કહ્યું કે સીએમ નીતિશ કુમાર હોમ આઇસોલેશનમાં છે. તેમણે બધાને કોરોના સંબંધિત સાવચેતી રાખવા જણાવ્યું છે.
माननीय मुख्यमंत्री श्री नीतीश कुमार कोरोना जाँच में पॉज़िटिव पाये गए हैं। चिकित्सकों की सलाह पर वह होम आइसोलेशन में हैं। उन्होंने सभी से कोविड अनुकूल सावधानियां बरतने की अपील की है।
— CMO Bihar (@officecmbihar) January 10, 2022
આ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોના સંક્રમણના વધતા જતા કેસોની વચ્ચે આજે 10 જાન્યુઆરીથી કોરોના રસીની તૈયારી શરૂ થઈ ગઈ છે. ત્રીજા ડોઝ તરીકે, પ્રિવેન્શન ડોઝ ફ્રન્ટલાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના સહ-રોગવાળા લોકો માટે ઉપલબ્ધ હશે.