અભિનેતા સિદ્ધાર્થે સાઇના નેહવાલ પર ‘અશ્લીલ’ ટિપ્પણી કરી, મહિલા આયોગે લીધી સંજ્ઞાન; જાણો સમગ્ર મામલો
શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ સિદ્ધાર્થના આ ટ્વિટની આકરી નિંદા કરી છે
બોલિવૂડ અને સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકેલા એક્ટર સિદ્ધાર્થ સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ પર વાંધાજનક ટિપ્પણી કરીને ખરાબ રીતે ફસાઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. મામલો એ હદે પહોંચી ગયો છે કે રાષ્ટ્રીય મહિલા આયોગે સિદ્ધાર્થ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ આપ્યો છે. શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ સિદ્ધાર્થના આ ટ્વિટની આકરી નિંદા કરી છે. શિવસેનાના રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વીટ કર્યું, “કોઈપણ વ્યક્તિ માટે આવા શબ્દોનો ઉપયોગ કરવો તે તદ્દન અસ્વીકાર્ય અને અભદ્ર ભાષા છે. ગમે તે થાય, ભાષામાં સભ્યતા હોવી જોઈએ.”
Subtle cock champion of the world… Thank God we have protectors of India. 🙏🏽
Shame on you #Rihanna https://t.co/FpIJjl1Gxz
— Siddharth (@Actor_Siddharth) January 6, 2022
સાયના નેહવાલના ટ્વિટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામી બાદ પ્રતિક્રિયા આપી હતી. સાઇનાના આ ટ્વીટ પર અભિનેતા સિદ્ધાર્થે ડબલ મીનિંગ શબ્દનો ઉપયોગ કર્યો હતો. અભિનેતા સિદ્ધાર્થે આગળ લખ્યું કે શેમ ઓન યુ રીહાન્ના.