BEST BLO એવોર્ડ 2022 સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા.
આચાર્ય વિનોબા ભાવે પ્રાથમિક શાળા ક્રમાંક 237 નવાનગર ઉધના યાર્ડમાં નોકરી કરતા શિક્ષક શ્રી મહેન્દ્ર જગન્નાથ ખંગાર . 163 – લિંબાયત વિધાનસભામાં ભાગ નંબર 214 માં બુથ લેવલ ઓફિસર ( BLO ) તરીકે રાષ્ટ્રીય કામગીરી વર્ષ 2009 થી સળંગ આજદિન સુધી કરી રહ્યા છે.
તેમણે તેમના વિસ્તારમાં રાષ્ટ્રીય કામગીરી જેવી કે નવા મતદારોનો રજીસ્ટ્રેશન , NVP પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની સમજ, અને મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ જેવું કાર્ય કર્યા છે તેમજ પ્રયત્નો અવિરત ચાલુ છે.
તેમના આ વિશેષ કાર્યની નોંધ 163 લિંબાયત વિધાનસભા મતદાર કચેરી ખાતે ARO અધિકારી તેમજ નાયબ મામલતદાર શ્રી દલપતભાઈ દ્વારા નોંધ લેવામાં આવી અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
એમના એવા શ્રેષ્ઠ રાષ્ટ્રીય કામગીરી વિશે લાગણી અને પ્રામાણિકતાને ધ્યાનમાં રાખી 163 – લિંબાયત વિધાનસભા ના BLO માંથી એમણે પસંદ કરવામાં આવ્યા . તેમજ તેમનું મામલતદાર કચેરી, સ્પીપા અડાજણ કાર્યાલય પર ARO અધિકારી તેમજ નાયબ મામલતદાર દ્વારા BEST BLO એવોર્ડ 2022 સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા.