સુરત : આજે સુરતના અડાજન મેઇન રોડ અને ભટાર વાસુદેવ આર્કેડ ખાતે આવેલ સુરત બજાજ શોરૂમ ખાતે બજાજ ફ્રીડમ બાઈક લોન્ચ કરવામાં આવી. તે સમયે કંપનીના રિજિયોનલ મેનેજર નીવાશુ રેડ્ડી,એરિયા સેલ્સ મેનેજર તુષાર દેશપાંડે ,તેમજ સાગર શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. પાંચમી જુલાઈ 2024ના રોજ લૉન્ચ થયેલી બજાજ ફ્રીડમ 125, કન્ઝ્યુમર્સને ઑપરેટિંગ ખર્ચમાં 50% સુધીના નોંધપાત્ર ઘટાડાનું વચન આપે છે તથા આ પ્રકારની પેટ્રોલ મોટરસાઈકલની સરખામણીએ પર્યાવરણને વધુ અનુકૂળ રહે એવી સવારી (26.7% ઓછું કાર્બન ડાયૉક્સાઈડ (CO2)) આપે છે. તેની સીએનજી ટેન્ક અદ્યતન સૅફ્ટી ફીચર્સ સાથે આવે છે અને તે ટ્રેલિસ ફૅમની અંદર સજ્જ છે. બે કિલો સીએનજીમાં, ફ્રીડમ 200 કિમીથી વધુની રેન્જ આપે છે. તેની સાથે 2-લિટરની પેટ્રોલ ટૅન્ક છે, જે કુલ રેન્જને વધારીને 330 કિમી કરે છે.
ફ્યુઅલ કાર્યક્ષમતા ઉપરાંત મોનો-લિન્ક્ડ ટાયર સસ્પેન્શન્સ, લાંબી અને ક્વિલ્ટેડ સીટ, એલઈડી હૅડલૅમ્પ્સ, ડિજિટલ સ્પીડોમીટર્સ અને બ્લુટૂથ કનેક્ટિવિટી સાથે ફ્રીડમ 125 રાઈડરના કમ્ફર્ટ તથા સહુલિયતને પ્રાથમિકતા આપે છે. નાવીન્ય, સૅફ્ટી અને કમ્ફર્ટનું આ કૉમ્બિનેશન ફ્રીડમ 125ને ઈકો-કૉન્શિયસ રાઈડર્સ માટે આદર્શ બનાવે છે. ફ્રીડમ 125નું પહેલું વેચાણ પુણેમાં થયું અને પ્રવીણ થોરાતને તે ડિલિવર કરવામાં આવી.
“બજાજ ફ્રીડમ 125 લૉન્ચે આ નાવીન્યમાં કન્ઝ્યુમર્સના લગભગ અભૂતપૂર્વ રસનું નિર્માણ કર્યું છે, જે ઑપરેટિંગ ખર્ચમાં નોંધપાત્ર બચત ડિલિવર કરવામાં મદદ કરવાની સાથે પરંપરાગત પેટ્રોલ બાઈક્સની સરખામણીમાં પર્યાવરણની દૃષ્ટિએ વધુ સારી સવારી આપે છે. આ માગને પહોંચી વળવાની ખાતરી રહે એ માટે અમે અમારા વ્યાપક ડીલર નેટવર્કના માધ્યમથી ડિસ્ટ્રિબ્યુશનને ઝડપથી વિસ્તારવાની દિશામાં સખત મહેનત કરી રહ્યા છીએ. હવે બુકિંગ આખા દેશમાં ખૂલ્લું છે,” એમ બજાજ ઑટો લિ.ના પ્રેસિડન્ટ મોટરસાઈકલ શ્રી સારંગ કાનડેએ જણાવ્યું હતું.
નાવીન્યમાં પાયાનું કામ કરવાનો બજાજ ઑટોનો વારસો ફ્રીડમ 125ના લૉન્ચથી વધુ સુદૃઢ થયો છે. આ ઉત્પાદન અદ્યતન મોટરસાઈકલ ટેક્નૉલૉજી તથા ‘વર્લ્ડ્સ ફેવરિટ ઈન્ડિયન’ના અમારા દરજ્જાને જાળવી રાખવાની અમારી અડગ કટિબદ્ધતાનું પ્રતિબિંબ ઝીલે છે.