બિઝનેસસુરત

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયાએ એસ્સાર ગ્રુપ પાસેથી રૂ.16,500 કરોડની પોર્ટ અને પાવર એસેટસ હસ્તગત કરવાની કામગીરી પૂર્ણ કરી

હજીરા-સુરત, 21 નવેમ્બર, 2022: વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાએ (AM/NS India) એસ્સાર ગ્રુપ પાસેથી બે પોર્ટ એસેટસ અને એક પાવર પ્લાન્ટ હસ્તગત કરવાની કામગીરી અંદાજે રૂ.16,500 કરોડનુ ચોખ્ખુ મૂલ્ય ધરાવતો સોદો પુર્ણ કર્યો છે. કંપનીએ ઓ સોદા માટે લેવાની થતી કોર્પોરેટ અને નિયમલક્ષી મંજૂરીઓ મેળવી લીધેલી છે.

AM/NS Indiaએ આ સોદા માટેનુ સંપૂર્ણ ભંડોળ પૂરૂ પાડયુ છે. કંપનીએ ઓગસ્ટ 2022માં કેપ્ટીવ અથવા તો AM/NS Indiaની કામગીરી સાથે જોડાએલી કેટલીક પાવર અને ઈન્ફ્રાસ્ટ્રકચર એસેટસ હસ્તગત કરવા માટે  એસ્સાર સાથે કરાર કર્યો હતો. આ હસ્તાંતરણ પૂર્ણ થતાં કંપનીના મેન્યુફેકચરીંગ અને લોજીસ્ટીક ચેઈનના વ્યુહાત્મક એકીકરણ (strategic integration)ની કામગીરી પૂર્ણ થશે.

નીચે દર્શાવેલી  કેશ જનરેટીંગ એસેટસની માલિકી અને સંચાલન હવે AM/NS India હસ્તક રહેશે અને તે કંપની માટે સંચાલનલક્ષી એકરૂપતા (synergy) નિર્માણ કરવાની કામગીરી કરશે.

  • ગુજરાતમાં હજીરા ખાતે AM/NS Indiaના ફ્લેગશીપ સ્ટીલ પ્લાન્ટની નજીકમાં આવેલી બારમાસી, ડીપ ડ્રાફ્ટ પોર્ટ ટર્મિનલ વાર્ષિક 25 મિલિયન ટનની ક્ષમતા ધરાવતી જેટ્ટી
  • ઓડીશામાં પારાદીપ ખાતે વાર્ષિક 12 મિલિયન ટનની ક્ષમતા ધરાવતી ડીપ વોટર જેટ્ટીની સાથે ડેડીકેટેડ કન્વેયર વ્યવસ્થા કે જે AM/NS Indiaના પારાદીપ પેલેટ પ્લાન્ટમાંથી 100 ટકા પેલેટ શીપમેન્ટસનું સંચાલન કરી શકશે
  • હજીરા ખાતે 270 મેગાવોટની ક્ષમતા ધરાવતો મલ્ટી-ફ્યુઅલ પાવર પ્લાન્ટ કે જે નજીકમાં આવેલા AM/NS Indiaના સ્ટીલ ઉત્પાદન એકમ સાથે લાંબાગાળાની વીજ ખરીદીનો કરાર ધરાવે છે.

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના ચીફ એકઝિક્યુટિવ ઓફિસર (CEO) શ્રી દિલીપ ઓમ્મેને જણાવે છે કે “AM/NS Indiaની એનર્જી અને લોજીસ્ટીક સપ્લાય ચેઈન મજબૂત કરવામાં આ સોદો  એક મહત્વનું સિમાચિન્હ છે.  આ વ્યુહાત્મક સ્થળે આવેલી આ એસેટસની માલિકીથી હજીરામાં અમે તાજેતરમાં જાહેર કરેલી રૂ. 60,000 કરોડનો ખર્ચ ધરાવતી વિસ્તરણ યોજનાને પણ ટેકો મળશે. આ ઉપરાંત ગુજરાત અને ઓડીશા બંને સ્થળોએ વધેલા થ્રુપુટને કારણે AM/NS Indiaને વધારાની સીનર્જી પ્રાપ્ત થશે.”

ઓગસ્ટ, 2022ના કરારમાં જેનો સમાવેશ થયેલો છે તેવી બાકીની એસેટસમાં હજીરામાં 515 મેગાવોટનુ ગેસ આધારિત વીજમથક, વિશાખાપટ્ટનમમાં વાર્ષિક 16મિલિયન ટન ક્ષમતાનુ બારમાસી ડીપ ડ્રાફ્ટ ટર્મિનલ અને 100કી.મી.ની ગાંધાર-હજીરા ટ્રાન્સમિશન લાઈન હસ્તગત કરવાની કામગીરી જરૂરી નિયમલક્ષી મંજૂરીઓ પ્રાપ્ત થયા પછી નિયત સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button