બિઝનેસસુરત

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયાના રૂ.60,000 કરોડના વિસ્તરણ પ્રોજેકટનો ગુજરાતમાં પ્રારંભ

આ પ્રોજેકટથી હજીરા પ્લાન્ટની ક્ષમતા વાર્ષિક 15 મિલિયન ટન (MTPA) થશે અને 60,000 રોજગારીનું નિર્માણ થશે

હજીરા, ૨૯ ઓકટોબર, ૨૦૨૨: વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) એ તેના હજીરા પ્લાન્ટનની વિસ્તરણ ક્ષમતા વાર્ષિક 9 મિલિયન ટનથી વધારીને 15 મિલિયન ટન કરવા રૂ.60,000 કરોડના મૂડીરોકાણથી હાથ ધરાનારી આ યોજનાનું ભૂમિપૂજન કર્યુ છે.

આ સમારંભમાં ભારતના  વડાપ્રધાન  નરેન્દ્ર મોદી, ગુજરાતના મુખ્ય પ્રધાન  ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રના સ્ટીલ પ્રધાન  જ્યોતિરાદિત્ય સિંધીયા, જાપાનના અર્થતંત્ર, વ્યાપાર અને ઉદ્યોગ પ્રધાન  યાસુતોષી નિશિમુરા, ભારતમાં જાપાન સાથેની રાજદ્વારી બાબતોનો હવાલો સંભાળતા  કુનીહીકો  કાવાઝુ, સંસદસભ્ય સી. આર. પાટીલ, ભારત સરકારના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ટેક્સટાઇલ્સ અને રેલ્વેસ દર્શના જરદોશ, આર્સેલરમિત્તલના એક્ઝિક્યુટીવ ચેરમેન  લક્ષ્મી મિત્તલ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયાના ચેરમેન અને આર્સેલરમિત્તલના સીઈઓ સીઈઓ  આદિત્ય મિત્તલ, નિપ્પોન સ્ટીલ કોર્પોરેશનના રિપ્રેઝન્ટેટીવ ડિરેકટર અને પ્રેસિડેન્ટ શ્રી એઈજી હાશીમોટો, નિપ્પોન સ્ટીલ કોર્પોરેશનના રિપ્રેઝન્ટેટીવ ડિરેકટર અને એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના મેમ્બર  તાકાહીરો મોરી તેમજ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયાના સીઇઓ શ્રી દિલીપ ઓમ્મેન આ સમારંભમાં સામેલ થયા હતા.

એએમ/એનએસ ઈન્ડિયાની સ્થાપના પછી 3 વર્ષે હાથ ધરાયેલા હજીરા પ્રોજેકટમાં સ્ટીલ ઉત્પાદનના અપસ્ટ્રીમ અને ડાઉનસ્ટ્રીમ પ્રોજેકટથી 60,000થી વધુ રોજગારીનું નિર્માણ થશે અને પર્યાવરણલક્ષી પ્રયાસો હાથ ધરવાને કારણે આસપાસના સમુદાયો મજબૂત બનશે.

વર્ષ 2019થી હજીરા પ્લાન્ટ ખાતે એએમ/એનએસ ઈન્ડિયાએ તેની પેરેન્ટ કંપનીઓની વિશ્વમાં ઉત્તમ ગણાતી પ્રણાલીઓ તથા ટેકનોલોજીમાં મૂડીરોકાણ કરવાની પ્રણાલીઓ અપનાવીને પર્ફોર્મન્સ અને ડીબૉટલનેકીંગમાં મજબૂત પ્રગતિ કરી છે. કંપની હવે સ્વનિર્ભર છે, ફ્રી કેશફલોનુ નિર્માણ કરતો બિઝનેસ કરે છે અને ઝડપથી વૃધ્ધિ પામી રહેલા બજારમાં સુસ્થાપિત બિઝનેસ મારફતે તેના કર્મચારીઓ, સમુદાયો અને ભારતીય સ્ટીલ ઉદ્યોગ માટે લાંબા ગાળાનુ મૂલ્યસર્જન કરે છે.

વિસ્તરણ યોજનાના ભાગ તરીકે એએમ/એનએસ ઈન્ડિયા, સંરક્ષણ, ઓટોમોટિવ અને ઈન્ફાસ્ટ્રકચર જેવાં ક્ષેત્રોમાં ભારતની આયાત પરની નિર્ભરતા ઓછી કરવા ડાઉનસ્ટ્રીમ સુવિધાઓના વિકાસના માધ્યમથી મૂલ્ય વર્ધિત સ્ટીલ્સનું ઉત્પાદન કરીને ભારતમાં સ્ટીલ ઉત્પાદનની નિપુણતા અને ક્ષમતા મજબૂત બનાવવા માં યોગદાન આપવાનું ચાલુ રાખશે.

વૉલ્યુમમાં વૃધ્ધિ અને સ્ટીલની ગુણવત્તા તથા વિવિધતામાં સુધારો કરવાની સાથે સાથે એએમ/એનએસ ઈન્ડિયા સ્ટીલ ઉદ્યોગમાં એનર્જી સપ્લાય ચેઈનનું રિન્યુએબલ્સ સાથે સંકલન કરીને તથા લૉઅર-કાર્બન ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગામી દાયકામાં ડિ-કાર્બોનાઈઝેશનના પ્રયાસો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની આગેવાની લઈ રહી છે.

આ સમારંભને વર્ચ્યુઅલ સંબોધન કરતાં ભારતના  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “હજીરાના વિસ્તરણ માટે AM/NS ઈન્ડિયાને મારી શુભેચ્છાઓ, જે રૂ. 60,000 કરોડના રોકાણ સાથે ભવિષ્યમાં નવી સંભાવનાઓ માટે દ્વાર ખોલશે. આ પ્રોજેક્ટ ગુજરાત અને સમગ્ર ભારતમાં નોકરીની તકોનું સર્જન કરશે. આ ઉપરાંત ઉચ્ચ-ગ્રેડના સ્ટીલના ઉત્પાદનને પ્રેરણા આપશે જ્યારે નિર્ણાયક અને વ્યૂહાત્મક કાર્યક્રમોમાં આયાત નિર્ભરતા ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રોજેક્ટ માટે કંપનીની નવીનતમ ટેકનોલોજી એક સીમાચિહ્નરૂપ સાબિત થશે અને મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલને પ્રોત્સાહન આપશે. વર્તુળાકાર અર્થતંત્રમાં યોગદાન આપવા માટે ગ્રીન ટેક્નોલોજીને અત્યંત મહત્વ આપવા બદલ હું એએમ/એનએસ ઈન્ડિયાને પણ અભિનંદન આપું છું”

ગુજરાતના  મુખ્ય પ્રધાન  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે “અમને ગર્વ છે કે ગુજરાત રોકાણનું પસંદગીનું સ્થળ રહ્યું છે. આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા દ્વારા મહત્વાકાંક્ષી વિસ્તરણ પ્રોજેક્ટ રાજ્યમાં નવા વર્ષની એક ઉમદા શરૂઆત છે જે વ્યવસાય કરવાની સરળતામાં સુધારો કરવામાં અગ્રેસર છે. આ પ્રોજેક્ટ આપણા રાજ્યમાં નોકરીઓ અને આર્થિક પ્રવૃત્તિનું સર્જન કરશે એટલું જ નહીં પરંતુ સ્થિર, બિઝનેસ-ફ્રેન્ડલી નીતિઓ અને અજોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અગ્રણી ઉત્પાદન હબ તરીકે ગુજરાતની સ્થિતિને વધુ મજબૂત કરશે. હું AM/NS ઈન્ડિયાને મારી શુભકામનાઓ આપું છું.”

કેન્દ્રના માન. સ્ટીલ પ્રધાન  જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે “ભારત 300 મિલિયન ટન સ્ટીલ ઉત્પાદનની ક્ષમતા હાંસલ કરવાના પંથે છે અને તે માટે નોંધપાત્ર મૂડી, અતિ આધુનિક મેન્યુફેક્ચરીંગ ટેકનોલોજીસ અને મોટા કદના પ્રોજેક્ટસના અમલીકરણ માટે ભારે અનુભવની જરૂર પડશે. મને ખાત્રી છે કે આ સહયોગથી આ ત્રણેય બાબતો એકસાથે હાથ ધરવામાં સહાય થશે. હું એએમ/એનએસ ઈન્ડિયાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ભારતીય સ્ટીલ ઉદ્યોગને આગળ ધપાવવામાં હજીરા પ્લાન્ટ જંગી પ્રયાસો હાથ ધરશે તે અંગે હું આશાવાદી છું.”

જાપાનના ઈકોનોમી, ટ્રેડ અને ઈન્ડસ્ટ્રી પ્રધાન  યાસુતોષી નીશીમુરાએ જણાવ્યું કે “હવે પછીના તબક્કા માટેનો ભૂમિપૂજન સમારંભ એ એક નોંધપાત્ર સિમાચિહ્ન છે. હું તેમની ટીમને શુભેચ્છા પાઠવું છું. આ વર્ષે જાપાન અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધોની 70મી વર્ષગાંઠ છે. મને ગૌરવ છે કે બંને દેશો વચ્ચેની આ પ્રકારની ભાગીદારીથી સંબંધો મજબૂત બનશે. વિશ્વના બીજા અને ત્રીજા નંબરના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક તરીકે ભારત અને જાપાન આર્થિક વૃધ્ધિ અને ડિ-કાર્બોનાઈઝેશન માટેના સમાન પ્રયાસો ચાલુ રાખશે.”

જાપાન એમ્બેસીના મિનિસ્ટર અને ડેપ્યુટી ચીફ ઓફ મિશન  કુનૂહીકો કાવાઝુએ જણાવ્યું હતું કે “માર્ચ 2022માં જાપાન અને ભારતના નેતૃત્વએ JPY 5 ટ્રિલિયનના જાહેર અને ખાનગી મૂડીરોકાણનું સપનું સાકાર કરવાનો અને જાપાનમાંથી ભારતને આગામી 5 વર્ષ સુધી ધિરાણ આપવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. ભારત સરકાર ‘મેક ઈન ઈન્ડિયા’,  ‘આત્મનિર્ભર ભારત’ અને  ‘નેશનલ સ્ટીલ પોલિસી-2017’ જેવી યોજનાઓ મારફતે સ્ટીલ ક્ષેત્રને મજબૂત કરવાનો ઈરાદો ધરાવે છે. એએમ/એનએસ ઈન્ડિયા આ યોજનાઓને આગળ ધપાવવામાં પૂરક બની રહેશે. જાપાન સરકાર ભારતીય સ્ટીલ ક્ષેત્રમાં થઈ રહેલી ગતિવિધીઓને સહયોગ આપવાનું ચાલુ રાખશે.”

આર્સેલરમિત્તલના એક્ઝિક્યુટીવ ચેરમેન  લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે “આ મહત્વના તબક્કે અમે ભારતમાં સ્ટીલ ઉત્પાદન ઉદ્યોગની વૃધ્ધિમાં પ્રદાન કરવાનું અને દેશને માત્ર આત્મનિર્ભર ભારત બનાવવાનું જ નહીં, પણ દુનિયા માટે સ્ટીલના ઉત્પાદનમાં પ્રદાન કરવાના પ્રયાસો બદલ ગૌરવ અનુભવું છું. આ પ્રોજેક્ટ ગુજરાતમાં તાજેતરના વર્ષોમાં થયેલા સૌથી મોટા મૂડીરોકાણ ધરાવતા પ્રોજેક્ટસમાંનો એક છે. આ પ્રોજેક્ટના વિસ્તારને કારણે અમે રાજ્યના મહત્વાકાંક્ષી અને વિશ્વનું મેન્યુફેક્ચરીંગ હબ બનવાની પ્રગતિથી પ્રભાવિત છીએ.” 

આર્સેલરમિત્તલ ના  સીઈઓ અને આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના ચેરમેન  આદિત્ય મિત્તલે જણાવ્યું હતું કે “હજીરા ખાતે વાર્ષિક 15 મિલિયન ટનના વિસ્તરણનું એક સ્વાભાવિક કદમ છે અને અમે વૃધ્ધિ પામતા ભારતના અર્થંતંત્રમાં સ્ટીલ ઉત્પાદનની વધતી માંગ મારફતે વિકાસની તકોને ઝડપી લેવાની ક્ષમતા ધરાવીએ છીએ તથા સાથે સાથે અમારા સ્ટીલમાં ડિ-કાર્બોનાઈઝીંગની તથા અમારા લોકો અને સમુદાયોમાં સુરક્ષાથી શરૂઆત સહિતના પ્રયાસોમાં અટલ કટિબધ્ધતા ધરાવીએ છીએ.”

નિપ્પોન સ્ટીલ કોર્પોરેશનના રિપ્રેઝન્ટેટીવ ડિરેક્ટર અને પ્રેસિડેન્ટ  એઈજી હાશીમોટોએ જણાવ્યું હતું કે “એએમ/એનએસ ઈન્ડિયાના હવે પછીના કદમ તરીકે ભૂમિપૂજન સમારંભનો હિસ્સો બનતાં હું ખૂબ જ આનંદ અનુભવું છું. નિપ્પોન સ્ટીલ ભારતની વૃધ્ધિમાં, એએમ/એનએસ ઈન્ડિયાની ગતિવિધીઓ મારફતે પ્રદાન કરવાની કટિબધ્ધતાનો હિસ્સો બનવા બદલ ખૂબ જ આનંદ અનુભવું છું. નિપ્પોન સ્ટીલ ભારતના વિકાસમાં એએમ/એનએસ ઈન્ડિયાની ગતિવિધીઓ મારફતે વ્યાપક પ્રદાન કરવા માટે કટિબધ્ધ છે.”

નિપ્પોન સ્ટીલ કોર્પોરેશનના રિપ્રેઝન્ટેટીવ ડિરેક્ટર અને એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી તાકાહીરો મોરીએ જણાવ્યું હતું કે “આજનો આ ભૂમિપૂજન સમારંભ એએમ/એનએસ ઈન્ડિયાની ભારતના અગ્રણી અને પસંદગીના સ્ટીલ ઉત્પાદક બનવાની મજલમાં પરિવર્તનનો સમારંભ બની રહેશે. હજીરા ખાતે અપસ્ટ્રીમ ક્ષમતાના નિર્માણ અને વિસ્તરણ તથા સ્ટીલ મિલના હોટ-રોલીંગ એકમો મારફતે અમે ભારતમાં વધતી જતી માંગને પહોંચી વળવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ.” 

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના સીઈઓ  દિલીપ ઓમ્મેને જણાવ્યું હતું કે “પ્લાન્ટનું વિસ્તરણ એ રાષ્ટ્રની સ્ટીલ વૃદ્ધિ યોજના તરફના અમારા યોગદાનને વધારવાના સંકલ્પને આગળ વધારશે જે માત્ર આત્મનિર્ભર ભારત પહેલને જ નહીં પરંતુ વૈશ્વિક ઉત્પાદન હબ તરીકે ભારતની કલ્પના પણ કરે છે. અત્યાધુનિક સુવિધાઓ સાથે, આ પ્રોજેક્ટ અમને સરકારના આયાત અવેજી નીતિના ધ્યેયો સાથે ઉચ્ચ-ગ્રેડ વેલ્યુ-એડેડ સ્ટીલ સોલ્યુશન્સનું ઉત્પાદન કરવા માટે સજ્જ કરશે.”

જે અદ્યતન એકમો સ્થપાઈ રહ્યા છે તેની વિગતઃ

  • આયર્નમેકીંગની પ્રક્રિયાઃ  બ્લાસ્ટ ફર્નેસ, સીન્ટરીંગ એકમો અને કોક ફર્નેસીસ વગેરે.
  • સ્ટીલમેકીંગની પ્રક્રિયાઃ બેઝીક ઓક્સિજન ફર્નેસીસ અને કન્ટીન્યુઅસ કાસ્ટીંગ મશીન્સ વગેરે.
  • હોટ પ્રોસેસઃ હોટ સ્ટ્રીપ મીલ વગેરે.

વિસ્તૃત પર્યાવરણલક્ષી ઈમ્પેક્ટ એસેસમેન્ટ પછી ઓક્ટોબર 2022માં કેન્દ્ર સરકારના વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન મંત્રાલયે એએમ/એનએસ ઈન્ડિયાના આ પ્રોજેક્ટને વિસ્તરણની મંજૂરી આપી હતી. કંપની આગામી દાયકામાં રાષ્ટ્રિય ક્ષમતા વધારીને લાંબેગાળે વાર્ષિક 30 મિલિયન ટન કરવાની લાંબાગાળાની મહેચ્છા  ધરાવે છે અને આગામી દાયકામાં ભારત સરકારની નેશનલ સ્ટીલ પોલિસીને સહયોગ આપીને સ્થાનિક ક્ષમતા વર્ષ 2030 સુધીમાં બમણી એટલે કે વાર્ષિક 300 મિલિયન ટન કરવાનું ધ્યેય ધરાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button