ઇનોવેટીવ વન્ડર કિડ્સ ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા એન્યુઅલ સ્પોર્ટસ-ડેનું આયોજન
બાળકો સાથે માતા પિતાએ પણ રમતોમાં ભાગ લઈને બાળકોને પ્રેરિત કર્યા
સુરત: અડાજણ સ્થીત એલ.પી.સવાણી સર્કલ નજીક આવેલી ઇનોવેટીવ વન્ડર કીડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલનો તાજેતરમાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડે રેડીએન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના પટાંગણમાં યોજાયો હતો.
આ એન્યુઅલ સ્પોર્ટ્સ ડેમાં વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. માત્ર બાળકોએ જ નહી, વાલીઓ પણ સ્પોર્ટ્સ ડે નો હિસ્સો બન્યા હતા. બાળકો સાથે વાલીઓ પણ સેક રેસ, હર્ડલ રેસ, બટાટા રેસ, રિલે રેસ, વિવિધ પ્રોપ્સનો ઉપયોગ કરીને રેસ જેવી અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જે તેમના શિક્ષણને પણ પ્રોત્સાહન આપે છે. તેમજ વિદ્યાર્થીઓએ યોગ, ઝુમ્બા, વગેરે જેવી રમતોમાં પણ જોર અજમાવ્યું હતું. વાલીઓને રમતના મેદાન પર જોઈને બાળકોના ચેહરા પર ખુશીની અલગ ચમક જોવા મળી હતી.
આ કાર્યક્રમમાં સ્કુલના સંચાલક મિસ. રાફીયા ડોક્ટર તેમજ અન્ય શિશક સહિતનાઓએ હાજરી આપી વિદ્યાર્થીઓને રમતોનું મહત્વ સમજાવ્યું હતું. વિવિધ પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા બાળકોને આ પ્રસંગે પ્રોત્સાહિત કરતા સંચાલક રાફિયા ડોકટરે વધુમાં જણાવ્યુ હતું કે ભાર વગરના ભણતર માટે ઇનોવેટીવ વન્ડર કીડ્સ સ્કુલ પ્રતિષ્ઠા ધરાવે છે.
વિદ્યાર્થીઓ આખો દિવસ ભણવાના બદલે સાથે સાથે અલગ-અલગ પ્રવૃતિઓમાં ભાગ લે છતાં પણ સરસ રીઝલ્ટ લાવે આ પ્રકારની પ્રતિષ્ઠા આખા આખા સુરતમાં ઇનોવેટીવ વન્ડર કીડ્સ સ્કુલની છે.જેનું તન તંદુરસ્ત એનું મન તંદુરસ્ત એ પ્રણાલીને અમે સાથે રાખીને આજના કાર્યક્રમનું આયોજન કર્યું છે.જેમાં વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા. શાળા દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ થાય તે હેતુથી દર વર્ષે સ્પોર્ટ ડે સહિત વિવિધ પ્રકારના આયોજન કરવામાં આવે છે. આ રમતોમાં અવ્વલ રહેનાર વિદ્યાર્થીઓને શાળા દ્વારા ઇનામ તેમજ મેડલ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.