એજ્યુકેશનસુરત

વિજ્ઞાન-ગણિત-પર્યાવરણનીવિવિધ કૃતિઓનું પ્રદર્શન યોજાયું 

સુરત, રાંદેરઝોનના CRCકક્ષાના વિજ્ઞાનમેળાનું આયોજન મુખ્ય કન્વીનર ડોનિકા ટેલરના માર્ગદર્શન હેઠળ શાળા નં- ૧૫૯, ભાણકી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્યમહેમાન તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી વિમલભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિતરહ્યા હતા. રાંદેર ઝોનના નિરીક્ષક  રાગિણીબેન દલાલ અને યુ. આર. સી.કો-ઓર્ડી.  રમેશભાઈ પટેલે પણ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. અને આયોજકોને સુંદર આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી.

આ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં સી.આર.સી.૧,૩ અને ૪ માં સમાવિષ્ટ જુદી જુદી ૧૮  શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ૩૧ જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી હતી. તમામ સ્પર્ધાઓમાં કુલ ૬૨ બાળ વૈજ્ઞાનિકો અને ૩૧ જેટલા માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો હતો. આ પ્રદર્શનમાં ભાગ લીધેલ તમામ બાળકોને પ્રોત્સાહક કીટ અને પ્રમાણપત્ર  પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવશે.

સદર પ્રદર્શનમાંબાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિઓમાંથી શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી માટેએમ. એમ. પી. હાઈસ્કૂલ – રાંદેરના  ડૉ. પરિક્ષિત વશી, પીપરડીવાલા ઈંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ – રાંદેરના આષિશભાઈ જરીવાલા અને શ્રીમતિ આઈ. એન. ટેકરાવાળાહાઈસ્કૂલ – પાલનપુર પાટિયાના હેમલતાબેન ચૌધરી એ નિર્ણાયક તરીકે બખૂબી પોતાનીજવાબદારી નિભાવી હતી. સૌ નિર્ણાયક મિત્રોને સ્મૃતિભેટ અને પ્રમાણપત્રઆપી આયોજકો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને એમનો ઋણ સ્વીકાર કરવામાં આવ્યો.

આનુસંગીક વ્યવસ્થા સી. આર. સી.  ચેતનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી.  નીનાબેન દેસાઈ દ્વારા સમારોહમાં ઉદઘોષક તરીકે પોતાનું યોગદાન આપવામાંઆવ્યું. 550 થી વધુ  વિદ્યાર્થીઓએ સદરપ્રદર્શનની મુલાકાત લઈ બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલ કૃતિઓ નિહાળી હતી અને સૌને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સી. આર. સી.  અમિતભાઈ ટેલર દ્વારા શાળાક્રમાંક 159 ના આચાર્યશ્રી નર્મદાબેન પટેલ અને એમના સમગ્ર શાળા પરિવારે જે જહેમતઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો તેનો સહર્ષ ઋણ સ્વીકાર કરી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સૌના આભાર સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button