ગુજરાતબિઝનેસસુરત

એએમ/એનએસ ઈન્ડિયાએ ફાયર સર્વિસ વીક મનાવ્યું

એએમ/એનએસ ઈન્ડિયાએ કર્મચારીઓ તથા સહયોગીઓમાં આગ સામે સુરક્ષા અંગેની જાગૃતિ અંગે તા.7થી 14 એપ્રિલ દરમ્યાન કેટલાક કાર્યક્રમો યોજયા

હજીરા-સુરત, 14 એપ્રિલ 2023: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ કંપનીઓ વચ્ચેના સંયુકત  સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) એ તા.7 થી 14 એપ્રિલ દરમ્યાન અગ્નિ શમન અંગેની જાગૃતિ માટે કેટલાક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.

વર્ષ 1944માં બોમ્બે ડૉકયાર્ડ ખાતે લાગેલી મોટી આગમાં જીવ ગુમાવનાર બહાદૂર અગ્નીશામકોની યાદમાં તા. 14 એપ્રિલના રોજ નેશનલ ફાયર સર્વિસ ડેની મનાવાતો હોઈ છે. આ વર્ષે ફાયર સર્વિસ વીકની થીમ “Awareness in Fire Safety for Growth of National Infrastructure (AGNI)” રાખવામાં આવી છે. 

વિવિધ કાર્યક્રમો મારફતે પોતાના કર્મચારીઓ અને સહયોગીઓમાં આગ સામે સુરક્ષા અંગે જાગૃતિ પેદા કરવા એએમ/એનએસ ઈન્ડિયા દર વર્ષે ફાયર સર્વિસ વીકની ઉજવણી કરે છે. 

આગ રોકવાની ઉત્તમ કામગીરી બજાવનાર વિભાગના બહુમાન, ફાયર સેફટી ક્વિઝ,  તાકીદના સમયે જૂથની સજ્જતા અને પ્રતિભાવ આપતા એક ચોકકસ પરિસ્થિતિ આધારિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. સ્પર્ધાઓના અંતે ફાયર સેફટી વીક દરમ્યાન સ્પર્ધકોને ઈનામો એનાયત કરવામાં આવ્યાં હતાં. વિવિધ વ્યક્તિઓની યોગ્ય સમયે આગ રોકવાની સજ્જતા અને તૈયારી દર્શાવતી તેમની કામગીરી બદલ ખાસ કદર કરતાં એવોર્ડઝ અનાયત કરવામાં આવ્યા હતા. ફાયર સર્વિસ વીકના અંતિમ દિવસે આયોજિત સમાપન કાર્યક્રમમાં શ્રી સંતોષ મુંધડા, એક્ઝિક્યુટીવ ડિરેક્ટર – પ્રોજેક્ટ્સ, હજીરા, એએમ/એનએસ ઈન્ડિયા અને શ્રી બૈજુ મસરાની, હેડ – ઓપરેશન્સ, હજીરા, એએમ/એનએસ ઈન્ડિયા મુખ્ય અતિથિરૂપે હાજર રહ્યા હતા.

એએમ/એનએસ ઈન્ડિયા, હજીરાના સિક્યોરિટી વિજીલન્સ એન્ડ ફાયર સર્વિસિસના વડા કેપ્ટન (IN)  સુજોયકુમાર ગાંગૂલી જણાવે છે કે “એએમ/એનએસ ઈન્ડિયા ખાતે અમે અન્ય કોઈપણ બાબત કરતાં કામદારોની સલામતીને વધુ મહત્વ મળે તે માટે કટિબધ્ધતા દાખવીએ છીએ. આગથી સલામતીની વાત આવે ત્યારે અમે કર્મચારીઓમાં અત્યંત જાગૃતિ અને સંગઠન વચ્ચે માલિકીની ભાવના સાથે સલામતીની ખેવના ધરાવીએ છીએ. અમને વિશ્વાસ છે કે અમે અમારો સુંદર રેકોર્ડ ભવિષ્યમાં પણ જાળવી રાખીશું.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button