હજીરા-સુરત, 22 માર્ચ 2023 : આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ કંપનીઓ વચ્ચેના સંયુકત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) એ બુધવારે ‘વર્લ્ડ વૉટર ડે’ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યુ હતું. તેમજ પાણીનો વપરાશ ઘટાડીને, તેને રિસાયકલ કરીને તથા ફરી ઉપયોગ કરીને જળસંચયની કટિબધ્ધતા દાખવી હતી.
એએમ/એનએસ ઈન્ડિયા હજીરામાં જળ સંચયના ઉદ્દેશથી વિવિધ પ્રયાસોની શરૂઆત કરી દીધી છે, જેમાં પરંપરાગત કુલીંગ ટાવર્સનો ઉપયોગ કરવાને બદલે ફીન ફેન કુલર્સ મુકીને પાણીનો વપરાશ ઘટાડયો છે. ઈન્ટરનલ કુલીંગ સિસ્ટમના પરિણામે એએમ/એનએસ ઈન્ડિયા 34.50 લાખ ક્યુબિક મીટર પાણી ફરીથી ઉપયોગમાં લઈ શકે છે.
સમાન પ્રકારે કંપનીએ રેઈન વૉટર હાર્વેસ્ટીંગ પધ્ધતિનો ઉપયોગ કરીને હજીરામાં તેના સ્ટીલ પ્લાન્ટ ખાતે 3 વર્ષમાં 20 લાખ ક્યુબિક મીટર પાણીની બચત કરી છે. રેઈન વૉટર હાર્વેસ્ટીંગ પધ્ધતિ હેઠળ 12 પંપ ધરાવતી બે કીમી.થી વધુ લંબાઈ ધરાવતું પાઈપલાઈન નેટવર્ક નાખવામાં આવ્યુ છે.
શ્રી સંતોષ મુંધડા, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર – હઝીરા, એએમ/એનએસ ઇન્ડિયા જણાવે છે કે, “એએમ/એનએસ ઈન્ડિયામાં, અમે દ્રઢપણે માનીએ છીએ કે “જળ છે તો જીવન છે” (જીવન માટે પાણી આવશ્યક છે). એક જવાબદાર અને પર્યાવરણ સંવેદનશીલ સંસ્થા તરીકે, અમે હંમેશા પાણીના સંરક્ષણ માટે રિડ્યુસ, રિસાયકલ અને રિયુઝના સિદ્ધાંતનો અમલ કરીએ છીએ. અમે વિવિધ પગલાંઓ અને તકનીકોના ઉપયોગ થકી પાણીના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો હાંસલ કરી શક્યાં છીએ. જે જળ સંરક્ષણના પ્રયાસોમાં પણ મોટું યોગદાન આપી રહી છે”
એએમ/એનએસ ઈન્ડિયાએ હજીરા સ્ટીલ પ્લાન્ટમાં ઝીરો લિકવિડ ડીસ્ચાર્જ પધ્ધતિ અમલમાં મુકી છે. જેથી વપરાશમાં લીધેલા પાણીને રિવર્સ ઓસ્મોસિસ પધ્ધતિથી શુધ્ધ કરીને ઉપયોગમાં લેવાય છે. દૈનિક 12,000 કિલોલીટર ક્ષમતાનો પ્રોજેકટ કમિશનિંગના તબક્કે છે અને તેની કામગીરી આ વર્ષે પૂર્ણ થશે. આ પ્લાન્ટથી દર વર્ષે 43.80 લાખ ક્યુબીકમીટર તાજુ પાણી મળવા માત્ર રહેશે. શુધ્ધિકરણ માટેના નેટવર્કની કુલ લંભાઈ 30 કિમી છે. આરઓ ઉપરાંત એએમ/એનએસ ઈન્ડિયા અલ્ટ્રા ફિલ્ટરેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઝીરો લિકવીડ ડીસ્ચાર્જનું ધ્યેય હાંસલ કરશે.
એએમ/એનએસ ઈન્ડિયા સીએસઆર પ્રવૃત્તિના ભાગ રૂપે આસપાસનાં ગામોને ગુણવત્તા ધરાવતું આશરે 1400 ક્યુબિક મીટર પાણી પૂરી પાડી રહી છે.
એએમ/એનએસ ઈન્ડિયાએ બુધવારે જળસંચયના મહત્વ અંગે જાગૃતિના ભાગ તરીકે વર્લ્ડ વૉટર ડે ની પૂર્વસંધ્યાએ તેના કર્મચારીઓ માટે ઓનલાઈન ક્વિઝનું પણ આયોજન કર્યુ હતું. આ ઉપરાંત ગુરૂવારે સ્ટીલ સેકટરમાં વિવિધ ઉપકરણો મારફતે જળ સંચયની નવી પધ્ધતિઓ અંગે એક ઓફલાઈન ટ્રેઈનિંગ સેશનનું આયોજન સાથે સેન્ટ્રલ ઓટોમેશન એન્ડ યુટિલિટી, હજીરાના સૈફી નાઝમી દ્વારા આ ક્ષેત્રમાં જળ સંચયનાં પગલાં અંગે એક ઓનલાઈન તાલિમ કાર્યક્રમ પણ યોજાયો હતો.