સુરત

એએમ/એનએસ ઈન્ડીયાએ 1100થી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનવામાં સહાય કરી

હજીરા-સુરતઃ સ્ટીલ ક્ષેત્રની મોખરાની કંપની આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા (AM/NS India)
તેના સુરત નજીક હજીરા ખાતેના પ્લાન્ટની આસપાસ આવેલાં ગામોની સેંકડો મહિલાઓનુ મોટા પાયે
સશક્તિકરણ કરીને તેમને આત્મનિર્ભર બનવામાં સહાય કરી રહી છે.

કોર્પોરેટ સામાજીક જવાબદારી પ્રવૃત્તિઓ (સીએસઆર)ના ભાગરૂપે એએમ/એનએસ ઈન્ડીયાએ હજીરાના
તેના વાર્ષિક 9 મિલિયન ટન ક્ષમતાના પ્લાન્ટની નજીકમાં આવેલાં હજીરા, રાજગીરી, જૂનાગામ, દામકા,
મોરા અને ભાટલઈ ગામમાં લોક વિકાસ કેન્દ્રો અને કૌશલ્ય વિકાસ કેન્દ્રોની સ્થાપના કરી છે.

આ ગામોમાં વસવાટ કરતી મહિલાઓ અને દિકરીઓને વિનામૂલ્યે સીવણ, કોમ્પ્યુટર તાલિમ, મેક-અપ,
બેકરીકામ, ભરત-ગુંથણ તથા અન્ય વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોની તાલિમ આપવામાં આવે છે. આ પ્રયાસને
કારણે તેઓ આત્મનિર્ભર બની રહી છે.

એએમ/એનએસ ઈન્ડીયાના હેડ-સીએસઆર ડો. વિકાસ યદવેન્દુ જણાવે છે કે "તેમના આ પ્રયાસને ભારે
સફળતા પ્રાપ્ત થઈ છે. ગયા વર્ષે 1100થી વધુ મહિલાઓ અને દિકરીઓએ આ યોજનાનો લાભ લીધો છે.
તાલિમ લેનાર મહિલાઓમાંની ઘણી તો શાળા છોડી જનારી દિકરીઓ હતી. તેમની પસંદગીના
વ્યવસાયમાં તેમના કૌશલ્યનો વિકાસ થવાને કારણે તેઓ આર્થિક રીતે સ્વતંત્ર અને સશક્ત બની છે.

પ્રયાસનો ઉદ્દેશ્ય વર્ષમાં 5000થી વધુ મહિલાઓનુ સશક્તિકરણ કરવાનો છે."
કોર્પોરેટ સામાજીક જવાબદારી અંતર્ગત હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓનો ઉદ્દેશ્ય સહયોગી, સમાવેશી,
અને સાતત્પૂર્ણ વિકાસ હાથ ધરવાનો છે. એએમ/એનએસ ઈન્ડીયાની આ પ્રવૃત્તિથી સાચા અર્થમાં કોર્પોરેટ
સામાજીક જવાબદારીનુ પાયાનુ કામ થઈ રહ્યુ છે. અમે વિવિધ વિકાસ પ્રવૃત્તિઓ મારફતે સ્થાનિક
સમુદાયોને સહયોગ પૂરો પાડવા માટે કટિબધ્ધ છીએ.

આ પ્રકારના પ્રયાસને કારણે લાભાર્થીઓ માટે નવી તકો ખુલી છે. આમાની ઘણી મહિલાઓ પોતાને અથવા
પોતાના પરિવારને આર્થિક ટેકો પૂરો પાડે છે અથવા પરિવારને વધારાની આવકનુ યોગદાન આપી રહી
હોવાથી તે પોતાના જીવનને નિયંત્રિત કરી શકે છે.

લોક વિકાસ કેન્દ્રો ખાતે લાભાર્થીઓને વ્યવસાયલક્ષી તાલિમ પૂરી પાડવાની સાથે સાથે લગ્ન પૂર્વેના
મુદ્દાઓ, દહેજ, માઈક્રો ઈન્સ્યોરન્સ, ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરોની ભૂમિકા, બાળલગ્નો, ઘરેલુ હિંસા,
હકારાત્મક વિચાર પધ્ધતિ, માનવ અધિકારો અને શિક્ષણ જેવા વિવિધ વિષયોની જાણકારી પૂરી પાડતી
બેઠકો પણ યોજવામાં આવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button