બિઝનેસસુરત

એએમ/એનએસ ઈન્ડિયાએ તેના કર્મચારીઓને વર્કિગ પ્રોફેશનલ્સ એમબીએ મેનેજમેન્ટ પ્રોગ્રામનો લાભ આપવા બીટસ પીલાની સાથે એમઓયુ કર્યો

કંપનીનો ઉદ્દેશ તેના કર્મચારીઓને ઉચ્ચ શિક્ષણની શ્રેષ્ઠ તક પૂરી પાડી તેમનું  મેનેજમેન્ટ અને ટેકનિકલ કૌશલ્યને પૂરું પાડવાનો છે, જે તેમને કાર્યક્ષમ રીતે બિઝનેસ હાથ ધરવા શક્ય બનાવશે

હજીરા-સુરત : આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ કંપનીઓ વચ્ચેના સંયુકત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) ઈન્સ્ટિટ્યુટ ઓફ એમિનન્સ, બિરલા ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ (બીટસ) પીલાની સાથે સમજૂતીના કરાર (એમઓયુ) કરીને તેના કર્મચારીઓ માટે એમબીએ મેન્યુફેકચરીંગ મેનેજમેન્ટ પ્રોગ્રામનો અભ્યાસ કરવાની વ્યવસ્થા કરી છે. 

બીટસ, પીલાની સાથેના આ કરારથી એએમ/એનએસ ઈન્ડિયાના એન્જિનિયરોને કારકીર્દીમાં બ્રેક લીધા વગર એમબીએ મેન્યુફેકચરીંગ મેનેજમેન્ટ પ્રોગ્રામનો અભ્યાસ હાથ ધરવામાં મદદરૂપ થઇ શકશે. તેમજ અપસ્કીલીંગની અનોખી તક પ્રાપ્ત થશે તથા એએમ/એનએસ ઈન્ડિયાને ટેકનોલોજી અને મેનેજમેન્ટની સમગ્રલક્ષી સમજ ધરાવતા વ્યાપક ટેલેન્ટ પુલનો લાભ મળશે. 

એએમ/એનએસ ઈન્ડિયાના હ્યુમન રિસોર્સ ઓપરેશન્સ, આઈઆર અને એડમિનીસ્ટ્રેશનના વડા ડો. અનિલ મટ્ટુ જણાવે છે કે “ અમે બે વર્ષના મેન્યુફેકચરીંગ મેનેજમેન્ટ પ્રોગ્રામ માટે બીટસ, પીલાની સાથે સહયોગની જાહેરાત કરતાં આનંદ અનુભવીએ છીએ. આ પ્રોગ્રામનો ઉદ્દેશ અમારી યુવા પ્રતિભાઓને વિકસાવી તેમનુ સંવર્ધન કરવાનો છે. એએમ/એનએસ ઈન્ડિયા તેના કર્મચારીઓને અગ્રણી શિક્ષણ સંસ્થા મારફતે સતત શિખતા રહેવાની તક આપવામાં માને છે.  આ સહયોગ એ દિશાનું વધુ એક ડગ છે. બીટસ, પીલાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે અને ખાસ કરીને તે ઉચ્ચ સ્તરનું  ટેકનિકલ શિક્ષણ આપવા માટે જાણીતી છે. તેના સબળ અભ્યાસક્રમને કારણે અમારા એન્જિનિયરો પડકારયુક્ત કામગીરી હાથ ધરી શકશે.  આ પ્રોગ્રામ તેમના વિકાસ માટે સહાયક બનશે અને અમને સ્પર્ધાત્મક સરસાઈ પ્રાપ્ત થશે. ” 

બીટસ પીલાનીના ડિરેકટર પ્રો. જી સુંદર જણાવે છે કે “એએમ/એનએસ ઈન્ડિયાના વર્કીંગ પ્રોફેશનલ્સ એમબીએ મેન્યુફેકચરીંગ મેનેજમેન્ટ પ્રોગ્રામમાં જોડાઈને ઉચ્ચ શિક્ષણ ચાલુ રાખી રહયા છે, તેનો અમને અત્યંત આનંદ છે. પ્રોફેશનલ્સ રીસ્કીલીંગ અને અપસ્કીલીંગની ઝડપી ગતિવિધીઓ અપનાવીને ઉત્પાદન, નવી ટેકનોલોજીઓ, વ્યુહાત્મક આયોજન અને સંચાલન સહિતની બાબતોમાં સમગ્રલક્ષી રીતે મહત્વનાં વિવિધ પાસાં સંભાળી શકે અને એ દ્વારા હાલના અત્યંત સ્પર્ધાત્મક સમયમાં તેમની સંસ્થા  સરસાઈ પ્રાપ્ત કરી શકે તે મહત્વની બાબત છે.

એમબીએ મેન્યુફેકચરીંગ મેનેજમેન્ટ પ્રોગ્રામ કામ સાથે જોડાયેલો અભ્યાસક્રમ હોવાથી તેના વર્ગો વીકએન્ડમાં ઓનલાઈન લેવાશે. આથી કર્મચારીઓ કામ કરવાની સાથે-સાથે ભણી પણ શકશે. કર્મચારીઓને સ્ટડી મટીરીયલ્સ પ્રાપ્ત કરાશે, જે તેમને પોતાની ગતિએ અભ્યાસનો ભાગ થવાની તક આપશે. કર્મચારીઓ કોઈ પણ સ્થળેથી અદ્યતન ડિજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અભ્યાસ કરી શકશે. ત્યારબાદ તેમને રેકોર્ડેડ લેકચર્સ પ્રાપ્ત થાય એવી પણ વ્યવસ્થા કરાશે. આ પ્રોગ્રામ પ્રયોગલક્ષી શિક્ષણ ઉપર ભાર મુકે છે અને વિદ્યાર્થીઓને વાસ્તવિક-કાર્યની પરિસ્થિતિઓમાં વર્ગખંડમાં શીખેલા વિચારોને લાગુ કરવાની મંજૂરી પણ આપે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button