ગુજરાતબિઝનેસસુરત

સુવાલીના સાગરકાંઠે સફાઈ કરીને એએમ/એનએસ ઈન્ડિયાએ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી શરૂ કરી

પર્યાવરણ જાગૃતિના ઉદ્દેશ્ય સાથે 20 જૂન સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે

હજીરા-સુરત, તા.5 જૂન 2023: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ કંપનીઓ વચ્ચેના સંયુકત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) એ સુરતમાં પર્યાવરણ અંગે જાગૃતિ અને જાળવણીના સંખ્યાબંધ પ્રયાસો  હાથ ધરીને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીની કામગીરીનો પ્રારંભ કર્યો છે.

એએમ/એનએસ ઈન્ડિયાની પર્યાવરણ અને સીએસઆર ટીમે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ના સહયોગથી  “મિશન લાઈફ ” પ્રોગ્રામ હેઠળ 200થી વધુ સ્વયંસેવકો, કર્મચારીઓ, શાળાનાં બાળકો અને સ્થાનિક સમુદાયના સભ્યોએ સાથે મળીને સાગરકાંઠાની સફાઈ હાથ ધરી છે જેનાથી સ્થાનિક વાતાવરણને હકારાત્મક અસર થશે. 

જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ડો. જીજ્ઞાસા ઓઝા, એએમ/એનએસ પોર્ટ, હજીરાના હેડ, કેપ્ટન રીતુપર્ણ રઘુવંશી, એએમ/એનએસ ઈન્ડિયાના એનવાયરોમેન્ટ હેડ, સંકરા સુબ્રમણ્યન, એએમ/એનએસ ઈન્ડિયા હજીરાના સીએસઆર ટીમન મુખ્ય અધિકારી, કિરણસિંહ સિંધા અને નવચેતન ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી હસમુખ પટેલ આ પ્રસંગે હાજર રહયા હતા. 

આ પ્રસંગે મહાનુભવોએ  પર્યાવરણની જાળવણીના મહત્વ  અંગે પ્રવચનો આપતાં દરેક વ્યક્તિને આ ઉમદા કામગીરીમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. તેમણે સ્વયંસેવકો એએમ/એનએસ ઈન્ડિયાના કર્મચારીઓ, અને સ્થાનિક ગામવાસીઓને  સાગરકાંઠાની સફાઈમાં સક્રિય યોગદાન આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. 

શ્રી સુબ્રમણ્યને આ પ્રસંગે જણાવ્યું હતું કે “આપણી ધરતી જે સંકટનો સામનો કરી રહી છે તે અંગે એએમ/એનએસ ઈન્ડિયા ખાતે અમે સભાન છીએ અને પર્યાવરણની સુરક્ષા માટે અમે સક્રિય યોગદાન આપી રહયા છીએ. અમારા કર્મચારીઓ જે ઉત્સાહથી સામેલ થયા છે તેનો અમને આનંદ છે. આ કાર્યક્રમ એ અમે પર્યાવરણ દિનની ઉજવણી માટે જે સંખ્યાબંધ કાર્યક્રમ હાથ ધર્યા છે તેની શરૂઆત છે. આ કાર્યક્રમો આ રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે જેથી તેની હકારાત્મક અસર પડે. અમારા આ કાર્યક્રમો લગભગ 3 અઠવાડિયા સુધી યોજાશે ” 

બાયોડીગ્રેડેબલ બેગ્સ, હાથમોજાં અને સહિયારી કટિબધ્ધતાથી સજજ સ્વયંસેવકો નાનાં-નાનાં જૂથમાં વહેચાઈ ગયા હતા અને સાગરકાંઠાનનો 2 કિ.મી.ના વિસ્તારની સફાઈ કામગીરી આવરી લીધી હતી. તેમણે સાગરકાંઠે એકઠો થયેલો કચરો એકત્ર કરીને દૂર કર્યો હતો. આ સમારંભમાં સક્રિય યોગદાન આપવા બદલ તથા અર્થપૂર્ણ અને સફળ કામગીરી બજાવવા બદલ આભાર વ્યક્ત કરી એએમ/એનએસ ઈન્ડિયાએ સ્વયંસેવકોને સ્મૃતિચિન્હો આપ્યા હતા. 

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે જે અન્ય કાર્યક્રમો યોજાઈ રહયા છે તેમાં તા. 1 થી 10 જૂન દરમ્યાન કર્મચારીઓ અને એસોસિએટસ માટે પોસ્ટર સ્પર્ધાનો સમાવેશ થાય છ. આ ઉપરાંત તા. 2જી જૂનથી 10 જૂન સુધી સૂઝાવ એટલે કે સજેશન સ્પર્ધા શરૂ થઈ રહી છે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણના ભાગરૂપે  હજીરા પ્લાન્ટ સંકુલની અંદર અને હજીરા ગામમાં 1100 વૃક્ષો વાવેતરનું આયોજન પણ કરવામાં આવશે. હજીરાની સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે તે પછીના દિવસે એક સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ છે.

તા. 7 જૂનના રોજ એક ઓફફલાઈન ક્વિઝ સ્પર્ધાનુ ઓયોજન કરવામાં આવ્યુ છે. તા. 8 જૂનના રોજ એએમ/એનએસ ઈન્ડિયા ટાઉનશિપમાં વેસ્ટમાંથી બેસ્ટ ચીજો બનાવવા અંગે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. હજીરામાં પ્લાસ્ટિક વેસ્ટના એકત્રિકરણનો કાર્યક્રમ યોજવામાં આવશે. તા. 9મી જૂનના રોજ  પ્લાસ્ટીક રિસાયકલિંગ અંગે એક ઓનલાઈન કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યુ છે. તા. 12મી જૂનના રોજ ગાર્ડન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત કેટલાક અન્ય કાર્યક્રમોનું પણ વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે આયોજન કરવામાં આવ્યું છે.

શાળાનાં બાળકો માટે એક પોસ્ટર સ્પર્ધા પણ યોજવામાં આવી છે. જીપીસીબી તરફથી બાળકો માટે એક તાલિમ કાર્યક્રમનું આયોજન જૂનના ત્રીજા સપ્તાહથી કરવામાં આવશે. વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે યોજાનારા આ કાર્યક્રમોનું તા. 20 જૂનના રોજ સમાપન થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button