ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉંટેંટ સુરત બ્રાન્ચ દ્વારા ઓલ ઈન્ડિયા નેશનલ કોન્ફરેંસ ૨૦૨૨ નું આયોજન
ભારતભરમાંથી ૧૦૦૦ થી વધુ ચાર્ટર્ડ અકાઉંટેંટ આ કોન્ફરેંસ માં ભાગ લઈ રહ્યા છે
ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉંટેંટ સુરત બ્રાન્ચ દ્વારા તા. ૧૩/૦૮/ ૨૦૨૨ અને ૧૪/૦૮/૨૦૨૨ ના રોજ ઓલ ઈન્ડિયા નેશનલ કોન્ફરેંસ ૨૦૨૨ નું આયોજન કરવાંમાં આવ્યું છે.
ચેરમેન CA નિકેશ કોઠારી ના જણાવ્યા મુજબ CA ની ભરુચ, નવસારી અને વાપી બ્રાન્ચ પણ આ કોન્ફરેંસ માં જોડાઈ છે. ભારતભરમાંથી ૧૦૦૦ થી વધુ ચાર્ટર્ડ અકાઉંટેંટ આ કોન્ફરેંસ માં ભાગ લઈ રહ્યા છે.
આ વર્ષે નેશનલ કોન્ફરેંસ માં મુખ્યત્વે ચાર્ટર્ડ અકાઉંટેંટ ધ્વારા સફળ ઓફિસ અને સ્ટાફ મેનેજમેંટ, જીએસટી, ઇનકમ ટેક્સ, CA ધ્વારા ૨ થી ૫ કર્મચારી સુધી ની મંજિલ્‚ ડિજિટલ ટ્ર-સર્ફોર્મેશન ને ડેટા વિશ્લેષણમાં વ્યાપસાયિક તકી, ભારતની વૃદ્ધિ સાથે સાચી દિશા માં રોકાણ અને વૈશ્વિક સ્તરે ચાર્ટર્ડ અકાઉંટેંટ માટે તકો જેવા વિષયો ઉપર વિવિધ તજજ્ઞ પોતાના અનુભવ સાથે વિશ્લેષણ કરશે.
આ પરાંગે ભૂતપૂર્વ ICAI પ્રમુખ CA નિલે હિંમ્મરો, ભુતપૂર્વ ICAI મુખ દે અતુલ ગુપ્તા, CA ગુરુ પ્રસાદ, એડવોકેટ શ્રી કપિલ ગોયલ, CA રાજીવ ગુપ્તા, CA કાનન બહલ, ICAI ના ભુતપૂર્વ બોર્ડ ઓફ સ્ટડીઝ ના ચેરમેન CA જય છાયરા, WIRC ચેરમેન CA મુર્તુઝા કાચવાલા, CA ગૌતમ પાઇ અને CA ર્ઝિન કી પોતાના અનુભવ સાથે તાર્કિક અને માર્મિક રજૂઆત સાથે વિસ્તારપૂર્વક ચર્ચા અને છણાવટ કરશે.
આ ઉપરાંત સુરત શેહર ના CA એ ભેગા મળીને “શિક્ષા અભિયાન” ઘ્વારા મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ ના 11 માં ધોરણ ના વિદ્યાર્થીઓને અકાઉંટ વિષય ઉપર CA ઘ્વારા ભણાવવા ની સેવા આપવાનું જે ભગીરથ કાર્ય ઉપાડયું છે એ દરેક CA નું સન્માન પણ કરવાનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો છે.