દીક્ષા ગ્રહણ કરી ને જશ મહેતા બન્યા નૂતન દીક્ષિત યશો હૃદય વિજયજી મહારાજ
દીક્ષિત યશો હૃદય વિજયજી મહારાજ સાહેબ બન્યા. ૫૦૦થી વધુ સાધુ - સાધ્વીજી ભગવંતો ની નિશ્રામાં અને જૈન સમાજ ના માનવ મહેરામણ

સુરતઃ હીરા ઉદ્યોગપતિનો 18 વર્ષીય પુત્ર મોંઘા ચશ્મા અને રિયલ ડાયમંડ જ્વેલરીનો શોખીન જશ મહેતા હવે પરમ સત્યની શોધમાં દીક્ષા ગ્રહણ કરી નૂતન દીક્ષિત યશો હૃદય વિજયજી મહારાજ સાહેબ બન્યા. ૫૦૦થી વધુ સાધુ – સાધ્વીજી ભગવંતો ની નિશ્રામાં અને જૈન સમાજ ના માનવ મહેરામણની વચ્ચે ભક્તિયોગાચાર્ય યશોવિજયસૂરિજી ગુરુભગવંતે જશ મહેતાને ભાગવતી દીક્ષા પ્રદાન કરી. સંસારનો સંપૂર્ણ ત્યાગ કરી આત્મસાધના અને સમાજ-રાષ્ટ્ર સેવા કરાવનારી જૈન દીક્ષા (સંન્યાસ) વર્તમાન વિશ્વની અજાયબી સમાન છે.

શહેરના જાણીતા હીરા ઉદ્યોગપતિ જતીનભાઈ મહેતાના 18 વર્ષીય પુત્ર જશ મહેતાએ સંસારના તમામ સુખોને ત્યજીને સંયમનો કઠિન માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો. જશ મહેતા એ લક્ઝુરિયસ જીવનશૈલી, મોંઘા આઇફોન અને ખાસ કરીને રિયલ ડાયમંડની ઘડિયાળો અને જ્વેલરીનો જબરદસ્ત શોખ હતો. તે હવે બધું ત્યજીને આજે મોક્ષના માર્ગે જઈ ને દીક્ષા ગ્રહણ કરી ને જશ મહેતા બન્યા નૂતન દીક્ષિત યશો હૃદય વિજયજી મહારાજ સાહેબ બન્યા.
સુરતના પાલ વિસ્તારમાં ભવ્ય દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું , જ્યાં જશ મહેતા ભક્તિયોગાચાર્ય આચાર્ય ભગવંત યશોવિજયસૂરિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી સંયમ માર્ગે પ્રયાણ કર્યું.



