કર બાદના નફા(PAT)માં 47%ની સંગીન વૃધ્ધિ સાથે અદાણી પોર્ટસ અને સેઝ (APSEZ)ના નાણા વર્ષ- 25ના પ્રથમ ક્વાર્ટરની શાનદાર શરુઆત
અમદાવાદ, ૧ ઓગષ્ટ ૨૦૨૪: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. (APSEZ) એ આજે 30 જૂન, 2024 ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે તેના પરિણામો જાહેર કર્યા છે.
નાણાકીય અને વૃધ્ધિ બંને મોરચે શાનદાર પ્રદર્શન સાથે નાણાકીય વર્ષ-25ની શરૂઆત અમારા માટે મજબૂતી સાથે થઈ છે. નાણાકીય મોરચે અમે સર્વકાલીન ઉચ્ચ કમાણી નોંધાવી છે. જો કે ગંગાવરમ પોર્ટમાં અસ્થાયી વિક્ષેપ થયો હતો જે હવે સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત થયો છે. ક્વાર્ટરમાં-૧માં અમારું કાર્ગો વોલ્યુમ 13% વધીને 114.7 MMT થયું હતું, APSEZના પૂૂર્ણકાલિન ડાયરેક્ટર અને સી.ઇ.ઓ.શ્રી અશ્વની ગુપ્તાએ આ માહિતી આપતા વધુમાં કહ્યું હતું કે વૃધ્ધિના મોરચે અમે બે નવા પોર્ટ કન્સેશન્સ કર્યા છે અને એક પોર્ટના ઓપરેશન્સ અને મેન્ટેનન્સ કરાર હાંસલ કર્યો છે.
ત્રિમાસિક ગાળા દરમિયાન, APSEZ એ વાર્ષિક ધોરણે મુખ્યત્વે 8% વૃધ્ધિ સાથે 109 MMT કાર્ગો વોલ્યુમ હાંસલ કર્યું છે. જેમાં મુખ્યત્વે કન્ટેનર કાર્ગો 8% વધુ મેળવ્યો છે. અને લિક્વિડ્સ અને ગેસ કાર્ગોમાં 11%ના યોગદાને કાર્ગોની વૃધ્ધિ સફરને આગળ વધારી છે. અસ્થાયી વિક્ષેપના કારણે ગંગાવરમ પોર્ટ પર 5.7 MMT નું નુકસાન થયું હતું, આ પોર્ટ ઉપર અંતરાય હવે સંપૂર્ણ રીતે પુનઃસ્થાપિત થયો છે. કોઈપણ ભારતીય બંદરની તુલનાએ દરેક ત્રિમાસિક ગાળામાં મુન્દ્રા બંદરે 51 MMT સૌથી વધુ વોલ્યુમ હેન્ડલ કર્યું હતું.
મુન્દ્રા, કટ્ટુપલ્લી, હજીરા અને ક્રિષ્નાપટ્ટનમને વિશ્વ બેંકના કન્ટેનર પોર્ટ પર્ફોર્મન્સ ઈન્ડેક્સ 2023 માં દર્શાવવામાં આવ્યા છે. અનેક પરિમાણોમાં ઈન્ડેક્સ બેન્ચમાર્ક વૈશ્વિક સ્તરે બંદરોની ઉત્પાદકતા, કાર્યક્ષમતા અને વિશ્વસનીયતા સહિતની બાબતો દર્શાવે છે. વાર્ષિક ધોરણે 19%ની વૃધ્ધિ સાથે અત્યાર સુધીનો સૌથી વધુ 0.16Mn TEUs ત્રિમાસિક રેલ કાર્ગો અને 28%ની વૃધ્ધિ સાથે5.56 MMT GPWIS વોલ્યુમ નોંધાવ્યું છે. વાર્ષિક ધોરણે MMLPs પર નિયંત્રિત કન્ટેનર વોલ્યુમ 27% વધીને 103,784 TEUs થયું છે.
આ સમય ગાળા દરમિયાન તાંઝાનિયાના દાર એસ સલામ પોર્ટ ખાતે કન્ટેનર ટર્મિનલ 2ના સંચાલન અને જાળવણી માટે તાંઝાનિયા પોર્ટ ઓથોરિટી સાથે 30-વર્ષના કન્સેસન એગ્રીમેન્ટ કર્યા છે.જે ચાર બર્થ સાથે, 1 મિલિયન TEUs ની વાર્ષિક કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ધરાવે છે. 2023 માં 0.82 મિલિયન TEUs કન્ટેનરનું તેણે સંચાલન કર્યું હતું. દીનદયાલ પોર્ટ ખાતે બર્થ નંબર 13 ના વિકાસ, સંચાલન અને જાળવણી માટે 30-વર્ષના કન્સેશન સમયગાળા માટે કંપનીને સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા LOI પ્રાપ્ત થયો છે.
કોલકત્તાના શ્યામાપ્રસાદ મુકરજી પોર્ટકમાં નેતાજી સુભાષ ડોક ખાતે કન્ટેનર સુવિધાના સંચાલન અને જાળવણી માટે પાંચ વર્ષ માટેનો LOI હાંસલ કર્યો છે. ભારતના પૂર્વ તટે આ ડોકમાં સૌથી મોટું કન્ટેનર ટર્મિનલ છે અને ગત નાણા વર્ષ 2023-24માં તેણે 0.63 મિલિયન TEU કાર્ગો હેન્ડલ કર્યો હતો. આ પોર્ટ પર APSEZ ની હાજરી વિઝિંજમ અને કોલંબોમાં આગામી ટ્રાન્સશિપમેન્ટ હબ સાથે સંકલનની સાંકળ બનાવશે.
અદાણી પોર્ટે તેની પ્રગતિની સફર જારી રાખી છે.નાણા વર્ષ 24 ના અંતે રેક્સની સંખ્યા 127 થી વધીને 131 થઈ છે. નાણા વર્ષ 24 ના અંતે 2.4 મિલિયન ચોરસ ફૂટ સામે પનવલ ખાતે વેરહાઉસના ઉમેરા સાથે વેરહાઉસિંગ ક્ષમતા વધીને 2.9 મિલિયન ચોરસ ફૂટ થઈ છે જ્યારે એગ્રીસિલોની ક્ષમતા 1.2 MMT હતી અને ચાલુ પ્રોજેક્ટ્સ પૂર્ણ થવા પર તે વધીને 4 MMT થવાની ધારણા છે. મરીન સર્વિસ બિઝનેસે મેક્સિકો અને શ્રીલંકામાં એક-એક ટગ તૈનાત કરી છે.