બિઝનેસ

અદાણી એનર્જી સોલ્યુશન્સે ભારતના વીજ ક્ષેત્રમાં QIP રૂટ દ્વારા સૌથી વધુ USD 1 બિલિયન એકત્ર કર્યા

ગ્લોબલ લોંગ-ઓન્લી ઈન્વેસ્ટર્સ અને ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સ પાસેથી મૂળ સોદાથી આશરે 6 ગણી માંગ

અમદાવાદ, 5 ઓગસ્ટ 2024: અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)એ તેનું રુ. 8,373 કરોડ (USD 1 બિલિયન) ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (“QIP”) સફળતાપૂર્વક આખરી કર્યું હોવાનું આજે સત્તાવાર જણાવ્યું હતું. જે ભારતના પાવર સેક્ટરમાં અત્યાર સુધીનું સૌથી મોટું પ્લેસમેન્ટ છે. આ સીમાચિહ્ન ભારતના ઉર્જા સંક્રમણ ઉકેલોમાં એક અગ્રણી તરીકે AESLની અગ્રીમ સ્થિતિને રેખાંકિત કરવા સાથે દેશના પાવર સેક્ટર પ્રત્યેના દૃષ્ટિકોણમાં રોકાણકારોના વિશ્વાસને ઉજાગર કરે છે.

જુલાઈ 2015 માં અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (AEL) ના ડિમર્જર અને લિસ્ટિંગ બાદ મૂડીબજારમાં AESLની પ્રથમ ઇક્વિટીમાં આ QIP વધારો દર્શાવે છે. 2016 થી AESLના EBITDAમાં સતત બે આંકની વૃધ્ધિ એ AELના સફળ ઇન્ક્યુબેશન મોડલનું પ્રમાણપત્ર છે. 30 જુલાઈ 2024 ના રોજ બજાર બંધ થવાના નિર્ધારીત સમય બાદ રુ.5,861 કરોડ (USD 700 મિલિયન) ના મૂળ સોદાના કદ સાથે આ ટ્રાન્ઝેક્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં રુ.8,373 કરોડ (USD 1 બિલિયન) સુધીના કદના ગ્રીન શૂ વિકલ્પનો સમાવેશ હતો.

આ QIPને મળેલા પ્રચંડ આવકારના ફળ સ્વરુપ રોકાણકારોના વિવિધ સમૂદાયો તરફથી મૂળ સોદાના લગભગ 6 ગણા કદની બિડ પ્રાપ્ત થઈ હતી, જેમાં ભારતમાં પ્રથમ વખત પ્રવેશનારા યુટિલિટી-કેન્દ્રિત યુએસના રોકાણકારો સિવાય સોવરિન વેલ્થ ફંડ્સ, મુખ્ય ભારતીય મ્યુચ્યુઅલ ફંડ્સ અને વીમા કંપનીઓનો સમાવેશ થાય છે. રોકાણકાર સમૂહોની કલ્પનાતીત રુચિએ અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ને ગ્રીન શૂ વિકલ્પનો સંપૂર્ણ ઉપયોગ કરવા તાકાતવર બનાવ્યું હતું. આમ આ ઇશ્યુનું કુલ કદ વધારીને USD 1 બિલિયન થયું હતું.

​AESL ભારતના ઉર્જા સંક્રમણ સોલ્યુશન્સમાં આગવી હરોળના મુખ્ય ખેલાડી તરીકે ઉભરી આવેલી અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. એ તેનું સંપૂૂર્ણ લક્ષ્ય વીજ ઉત્પાદન અને વિતરણ સંબંધી મુખ્ય ક્ષેત્રો પર કેન્દ્રિત કરી રહી છે: જેમાં ગુજરાતમાં ખાવડા અને રાજસ્થાનમાં રિન્યુએબલ પાવર ટ્રાન્સમિશન અને બલ્ક રિન્યુએબલ પાવર ઇવેક્યુએશન જેવા પ્રોજેક્ટ્સમાં મોટા પાયે રોકાણ ઉપરાંત રિન્યુએબલ પાવર પેનિટ્રેશન માટે મુંબઈમાં 37% રિન્યુએબલ પાવરનું વિતરણ અને તેનું પ્રમાણ તબક્કાવાર વધારવાની બાબત સામેલ છે. દેશની ઉર્જા કાર્યક્ષમતાને બળવત્તર બનાવવા માટે ભારતના સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન પ્રોગ્રામમાં કાર્યક્ષમતા સુધારણાના કાર્યક્રમો માટે ટોચની ઔદ્યોગિક અને વાણિજ્યિક સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button