પરવટ પાટીયા સિરવી સમાજની વાડીમાં લઘુ ઉદ્યોગભારતી સંમેલન યોજાયો
સંમેલનમાં 1200થી વધુ ઉદ્યમીયોએ ભાગ લીધો, 45 દિવસમાં 1151 સભ્યો બનાવાયાં

સુરત શહેરમાં ચર્ચાના ચગડોળે રહેલી લઘુ ઉદ્યોગભારતીનો સંમેલન પરવટ પાટીયાની સિરવી સમાજની વાડીમાં રવિવારે સાંજે 4 વાગ્યે યોજાયો હતો. જેમાં 1200થી વધુ ઉદ્યમીઓએ ભાગ લીધો હતો. સુરત શહેર-જિલ્લાના અધ્યક્ષના નેજા હેઠળ ટીમે માત્ર 45 દિવસમાં 1151 જેટલાં સભ્યો બનાવી રેકર્ડબ્રેક કામગીરી કરી છે. કાર્યક્રમ દરમિયાનઉદ્યોગકારોને ઉદ્યમી એવોર્ડ પણ એનાયત કરાયાં હતાં.
સુરત ખાતે રવિવારે સાંજે પરવટ પાટીયાની સિરવી સમાજની વાડીમાં લઘુ ઉદ્યોગભારતી દ્વારા સાંજે 4 વાગ્યે ઉદ્યમી સંમેલન યોજાયો હતો. જેમાં 1200થી વધુ ઉદ્યમીઓએ હાજરી આપી હતી. સુરત શહેર-જિલ્લાના પ્રમુખ વિક્રમસિંહ શેખાવતએ જણાવ્યું હતું કે સુરતમાં ટીમે 45 દિવસમાં 1151 જેટલાં ઉદ્યોગસભ્યો બનાવી પ્રશંસનીય કામગીરી કરી છે. કાર્યક્રમમાં અખિલ ભારતીય સંગઠન મંત્રી પ્રકાશચંદ, પ્રમુખ ઘનશ્યામ ઓઝા, ગુજરાત-રાજસ્થાનના પ્રભારી બળદેવભાઈ પ્રજાપતિ, મંત્રી નરેશ પારીક, ગુજરાત કાર્યકારી પ્રમુખ પ્રકાશ પટેલ, મહામંત્રી ઈશ્વરભાઈ સજ્જન, લીંબાયત ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તથા સુરત ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એવાં જોઈન્ટ કમિશનર મિતેષ લાડાણી હાજર રહ્યાં હતાં.
સુરત શહેર-જિલ્લાના પ્રમુખ વિક્રમસિંહ શેખાવતએ કહ્યું હતું કે સુરત લઘુ ઉદ્યોગભારતી તમામ એસોસીએશન સાથે
મળીને વેપારીઓને તેમના વ્યવસાયમાં પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે પ્રયાસ કરશે તથા તમામ વેપારીઓ અને વિવિધ સંગઠનોને એક મંચ ઉપર લાવવા પ્રયાસ કરશે. પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ પ્રજાપતિએ ઉદ્યોગોની સમસ્યાઓને સરકાર અને સરકારના પ્રતિનિધિઓ સમક્ષ રજૂ કરવા માટેની તૈયારી બતાવી સુરતમાં સક્ષમ કારોબારીની રચના થઈ છે તેના થકી વેપારીઓનો અવાજ બનશે. ધારાસભ્ય સંગીતાબેન પાટીલે સુરતની ટીમને અભિનંદન પાઠવી તમામ કામોમાં શક્ય મદદ કરવાની ખાતરી આપી હતી. દિયોરા ડાયમંડ, હિમાની ગ્રુપ, લક્ષ્મીપતિ ગ્રુપ, સ્ટીમ હાઉસને ઉદ્યમી એવોર્ડ-2024 થી સન્માનિત પણ કરાયાં હતાં.
સંગઠન મંત્રી પ્રકાશચંદએ કહ્યું કે આજે ભારતભરના બે તૃતીયાંશ જિલ્લાઓમાં 300 એકમોમાં લગભગ 60 હજારસભ્યો કામ કરી રહ્યા છે, તેથી અમારી સંસ્થાની વિશ્વસનીયતા દરેક વિભાગમાં છે, આજે દરેક ઉદ્યોગપતિએ સમાજ અને દેશનું હિત કેવી રીતે જાળવી શકાય તે વિશે વિચારવું જ જોઈએ. કાર્યક્રમના અંતે સતીષ સવાણીએ આભારવિધિ કર્યા બાદ રાષ્ટ્રગીતસાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.
સાહસિક ઉદ્યોગકારોએ હાજરી આપી વિચારો રજૂ કર્યા
દિયોરા ડાયમંડના આશિષ દિયોરા, લક્ષ્મીપતિ ગૃપના સંજય સરવાગી, રૂંગટા ગ્રૂપના અનિલ રૂંગટા અને ફોસ્ટાના પ્રમુખ કૈલાશ હકીમ, મુરલીધરના કૈલાશ ચૌધરીએ હાજરી આપી હતી. દેવીકૃપા મીલના મિતુલ મહેતા, કિશોર ભાઈ, મહાદેવ ગ્રુપ અને માહેશ્વરી સેવા સદન તરફથી શ્યામ રાઠી, કેપ્ટન બિપિનભાઈ, કેશવ તોતલા, ડૉ. પારુલ વડગામા, વિજય માંગુકિયા, ગ્લોબલ માર્કેટમાંથી પુષ્કર અધિકારી, નિવૃત્ત GST કમિશનર અશોકસિંઘ, રાજકુમાર સિંઘ (Rk),
પ્રવીન ડોંગા, સુરેશ સેકલીયા, કિશોર વાઘાણી, રસિક કોટડીયા, દિનેશ શર્મા, જીએસટીના બી કે
સોની અને અન્ય આગેવાનોએ તેમના વિચારો રજૂ કર્યા.
વીજ તથા જીએસટી ક્ષેત્રે સંસ્થાની નોંધનીય કામગીરી
અત્યાર સુધી લઘુ ઉદ્યોગ ભારતીએ વેપારના હિતમાં કામ કર્યું છે, પછી તે કાપડમાં GST ઘટાડો હોય કે કેન્દ્ર સરકારે નાના ઉદ્યોગોમાં 100 KW LTની મર્યાદા ઘટાડીને 150 કરવામાં ભૂમિકા ભજવી હતી.આ પછી સુરત ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર અને જોઈન્ટ કમિશનરે Z પ્રમાણપત્ર અને જીઈએમ પોર્ટલ રજૂ કર્યું હતું અને સરકારની વિવિધ યોજનાઓ વિશે જણાવ્યું હતું.