સેમસંગની વિજેતા ટીમ સ્પુટનિક બ્રેઇન ‘સોલ્વ ફોર ટુમોરો’ 2022 ભારતને પેરિસ 2024 માટે ‘Together for Tomorrow, Enabling People’ ડિજીટલ ઓલિમ્પીક કોમ્યુનિટીમાં રજૂ કરે છે
ગુરુગ્રામ : વૈશ્વિક સ્તરે ઓલિમ્પીક અને પેરાલિમ્પીક સ્માર્ટફોન ભાગીદાર એવી સેમસંગ ઇલેક્ટ્રોનીક્સએ પેરિસમાં “Together for Tomorrow, Enabling People” (“ટુગેધર ફોર ટુમોરો, ઇનેબલીંગ પીપલ”) (આવતીકાલ માટે સાથે મળીને લોકોને સક્ષમ બનાવતા) દ્વારા ઓલિમ્પીક અને પેરાલિમ્પીક ગેઇમ્સ ચાહકો સહિત લોકો માટે નવા ડિજીટલ સમુદાયને લોન્ચ કરવા અને પ્રોત્સાહન આપવા માટે 31 જુલાઇના રોજ ઇન્ટરનેશનલ ઓલિમ્પીક કમિટી (આઇઓસી) સાથે મળીને એક ઇવેન્ટનું આયોજન કર્યુ હતું.
આ ઇવેન્ટ પેરિસ 2024ને સમર્પિત એવી પેરિસમાં મલ્ટી-યૂઝ પ્રદર્શન સ્થળ એવા SPOT24 ખાતે યોજાઇ હતી અને પેરિસ 2024 માટે ઓલિમ્પીક મ્યુઝિયમના નેજા હેઠળના પ્રોગ્રામમાં આઇઓસીના પ્રેસિડન્ટ થોમસ બેક, આઇઓસીના ટેલિવીઝન એન્ડ માર્કેટિંગ સર્વિસીઝના એમડી એન્ને-સોફી વૌમાર્ડ, પેરાલિમ્પીક કમિટીના (આઇપીસી)ના પ્રેસિડન્ટ એન્ડ્રુ પારસન્સ, સેમસંગ ઇલેક્ટ્રોનીક્સના પ્રેસિડન્ટ અને ગ્લોબલ માર્કેટિંગના વડા વાયએચ લી, સેમસંગ ઇલેક્ટ્રોનીક્સની યુરોપ ઓફિસના પ્રેસિડન્ટ આઇ-ક્યુંગ સંગ અને ભૂતપૂર્વ સુવર્ણચંદ્ર વિજેતા ફ્રેંચ હેન્ડબોલ ખેલાડી લુક અબાલો અને કુશળ વિઝ્યૂઅલ કલાકાર અને ઓલિમ્પીયન આર્ટિસ્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
ભૂતપૂર્વ ટીમ કોરિયા વોલીબોલ ખેલાડી યેઓનકૌંગ કીમ, ટીમ GB સ્ટેટબોર્ડર એન્ડી મેક્ડોનાલ્ડ, ઓસ્ટ્રેલિયન પેરા-એથલેટ મેડીસન ડી રોઝારીયો અને યુકે કન્ટેન્ટ્સ ક્રિયેટર અને રેપીંગ સાયંસ ટીચર મેટ્ટ ગ્રીન આ પ્રોજેક્ટમાં વૈશ્વિક એમ્બેસેડર તરીકે ભાગ લેવા જઇ રહ્યા છે અને તેઓ સોશિયલ મીડિયા દ્વારા Together for Tomorrow, Enabling People માટે સક્રિયપણે કન્ટેન્ટ શેર કરશે.
“Together for Tomorrow, Enabling People” પ્રોજેક્ટને સેમસંગ અને આઇઓસી દ્વારા ઓલિમ્પીક અને પેરાલિમ્પીકના વૈશ્વિક ચાહકો માટે ઓલિમ્પીક મુવમેન્ટને અનુભવવા અને તેમાં સામેલ થવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ ખાસ કરીને યુવા પેઢી પર કેન્દ્રિત છે, જેની ડિઝાઇન લક્ષ્યાંકની આસપાસ નક્કી કરવામાં આવી છે જે તેમાં ભાગ લેનારાઓને “ઓલિમ્પીક મૂલ્યોના ઉત્સાહમાં ઉકેલ, આગળ વધવા અને સર્જન કરવામાં” મદદ કરે છે.
“Together for Tomorrow, Enabling People” ત્રણ નવી સમુદાય-આધારિત પહેલો રજૂ કરે છે. સોલ્વ ચેલેન્જમાં સ્પોર્ટ અને ઓલિમ્પીઝમનો સેમસંગના સોલ્ ફોર ટુમોરો પ્રોગ્રામ સાથેનો સમાવેશ થાય છે, જે યુવાનો પર કેન્દ્રિત સામાજિક યોગદાન આપતા પોગ્રામ છે અને જે યુવાનોને આઇઓસીના ઓલિમ્પીઝમ365ની અગ્રિમતાઓ સાથે સંરેખિત મહત્ત્વના સામાજિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સ્પોર્ટ અને ટેકનો ઉપયોગ કરીને નવીન ઉકેલોની ડિઝાઇન કરવા માટે સક્ષમ બનાવે છે. મુવ ચેલેન્જ વિશ્વભરના ગેમ્સના ચાહકોને સેમસંગના સ્માર્ચ મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને ઉભા થવા અને ચાલવા માટે પ્રોત્સાહન આપે છે. જ્યારે ક્રિયેટ ચેલેન્જ ભાગલેનારાઓને સેમસંગના સ્માર્ટ ડિવાઇસ અને S પેન મારફતે નવીન ડિજીટલ આર્ટિસ્ટમાં સર્જનાત્મક બનવામાં મદદ કરે છે.
લોન્ચ ઇવેન્ટમાં સેમસંગના સોલ્વ ફોર ટુમોરો પ્રોગ્રા માટે 10 ટીમો અલગ તારવવામાં આવી હતી જેની ઘોષણા “Together for Tomorrow, Enabling People”ના એમ્બેસેડર તરીકે કરવામાં આવી હતી. ઓલિમ્પીક અને પેરાલિમ્પીક ગેઇમ્સ પેરિસ 2024 દરમિયાન આ એમ્બેસેડર્સ તેમણે સામાજિક પડકારોને સંબંધિત કરેલ ઉકેલોનું નિદર્શન કરશે અને વિશ્વભરના ઓલિમ્પીકના ચાહકોને સાંકળી લેવાની દિશામાં કામ કરશે. વધુમાં તેઓ આઇઓસી યંગ લિડર સાથે તેમજ આઇઓસી દ્વારા સંવર્ધન કરાયેલી વિવિધ પહેલો સાથે પણ ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા સહિતના ઉકેલો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સહયોગ સાધશે.
“Together for Tomorrow, Enabling People” ઇવેન્ટ દરમિયાન એમ્બેસેડર્સે પોતાના સોલ્વ ફોર ટુમોરો પ્રોજેક્ટસ રજૂ કર્યા હતા જેની ડિઝાઇન વાસ્તવિક વિશ્વની સમસ્યાઓને સંબોધિત કરવા માટે તૈયાર કરાઇ હતી. આ સાથે અસંખ્ય નવીન પહેલો પણ રજૂ કરવામાં આવી હતી, જેમાં લોકોને મદદથી લઇને જોવાની અક્ષમતાને પહોંચી વળવી તેમજ કામદારની સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટેના નવીન માર્ગોનો સમાવેશ કરાયો હતો.
“સેમસંગ ઇન્ડિયા સોલ્વ ફોર ટુમોરો 2022ના વિજેતા એવા શંકર ઓફ ટીમ સ્પુટનિક બ્રેઇની સિદ્ધિઓ વિશે ગર્વ અનુભવે છે અને તેમને વૃદ્ધિ અને સફળતાની શુભેચ્છા પાઠવે છે” તણાવને ઘટાડવા અને હેલ્થકેર ટકાઉતામાં સુધારો કરવા માટે અમે ભારે તકો જોઇ રહ્યા છીએ. ઉપરાંત અમને ‘Together for Tomorrow, Enabling People’ પ્રોગ્રામનો પણ ગર્વ છે જેણે યુવાનોને ઓલિમ્પીક મૂલ્યોમાં ભાગ લેવા અને અનુભવવા માટેની તક પૂરી પાડી હતી.” એમ સેમસંગના સાઉથવેસ્ટ એશિયાના કોર્પોરેટ વાઇસ પ્રેસિડન્ટ એસપી ચૂનએ જણાવ્યું હતુ.