બિઝનેસસુરત

ચેમ્બર દ્વારા HR: Influence in the Growth of an Organization વિષે સેમિનાર યોજાશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ૪ નવેમ્બર, ર૦રર ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે HR: Influence in the Growth of an Organization વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં નિષ્ણાત વકતા તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના નિવૃત્ત વાઇસ પ્રેસિડેન્ટ (એચઆર) રાજેશ શાહ, ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ બી. એસ. અગ્રવાલ અને મહેતા વેલ્થ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર એન્ડ સીઇઓ કૃણાલ મહેતા દ્વારા ઉદ્યોગકારોને કંપની તથા સંસ્થાઓના વિકાસ માટે એચઆરના પ્રભાવ વિષે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવશે.

એકસટર્નલ અને ઇન્ટર્નલ ગ્રાહકોના સહકાર વિના કોઇપણ સંસ્થા કે કંપની પોતાનો વિકાસ કરી શકતી નથી. આધુનિક મેનેજમેન્ટને કારણે આ સંસ્થાઓના ગ્રોથ અને ડેવલપમેન્ટના પરિપ્રેક્ષ્યમાં પરિવર્તન આવ્યું છે. આથી, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એચઆર અફેર્સ વિષય અંતર્ગત પેનલ ડિસ્કશનોની શ્રેણીનું આયોજન કરવામાં આવશે. જેમાં નિષ્ણાત વકતાઓ વિષય સંબંધિત તેઓના અનુભવનો નિચોડ રજૂ કરશે.

ઉપરોકત સેમિનારમાં ચેમ્બર ઓફ કોમર્સના ગૃપ ચેરમેન તથા સિનિયર ટ્રેનર અને ગ્રોથ સ્ટે્રટેજીસ્ટ મૃણાલ શુકલ મોડરેટર તરીકેની ભૂમિકા ભજવશે. સેમિનારમાં ભાગ લેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3eSJVwB પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button