પ્રખ્યાત ગુજરાતી ભજન હરી તું નું જગદીશ ઇટાલિયા દ્વારા રીમેક વર્જન રજૂ કરાયું
આંખનો અફિણી વિડીયો સોંગ કે જેને 80 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે
સુરત: લોકમુખે સતત ગવાતા સંભળાતા પરંપરાગત ગુજરાતી લોકગીતો, ભજનોને આકર્ષક અને આધુનિક રીતે રીમેક કરીને યંગસ્ટર્સના વિશાળ વર્ગમાં ગુજરાતી લોકસંગીતને પ્રચલિત કરવામાં હાલના દિવસોમાં નોંધપાત્ર પ્રદાન કરી રહેલા સુરતના જગદીશ ઇટાલિયા વધુ એક ગુજરાતી ભજન ” હરી તુ” નું અફલાતૂન રીમેક પોપ સ્કોપ મ્યુઝિક ના સથવારે લઇને આવી રહ્યા છે.
વાસ્તવમાં ગુજરાતી સંગીતમાં જેમનું યોગદાન મુઠ્ઠી ઉંચેરું છે એ પ્રફુલ દવેના કંઠે ગવાયેલુ અને ગુજરાત જ નહીં બલ્કે વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી સમાજના લોકોના કંઠે વારંવાર જે સાંભળવા કે સંભળાતું જોવા મળે છે એ ” હરી તુ” ની @jagdishitaliya દ્વારા થઇ રહેલી રિમેક ફરીવાર અબાલવૃદ્ધ ગુજ્જુઓને ઘેલું લગાડશે એવું તેના પ્રોમોસ પરથી વર્તાય રહ્યું છે.
લોકડાઉનના સમયમાં જ્યારે વાહન વ્યવહારની સુવિધાની પરવાહ કર્યા વગર પરિવાર સમેત પગપાળા વતનની વાટે નીકળી પડેલા શ્રમજીવી પરિવાર ને વતન પહોચવા પડેલી પારાવાર મુશ્કેલીઓને @jagdishitaliya ” હરી તુ ” ને સંગીતથી મઢવા સાથે ફિલ્માંકિત કરવાનો અદભૂત પ્રયાસ કર્યો છે.
@jagdishitaliya ની સતત પડખે રહેતા @ajitaitaliya એ આ વિડીયોના કોન્સેપ્ટ ને વિઝયુલાઇઝ કર્યો છે. ફરી એક વાર હાર્દિક ટેલરે ગુજરાતી સંગીતમાં કંઇક નવીન પ્રદાન કરવાના ઉમળકા સાથે” હરી તુ ” માં કર્ણપ્રિય સંગીતનું સર્જન કર્યું છે.
અગાઉ જગદીશ ઇટાલિયાના કંઠે ગવાયેલું આંખનો અફિણી વિડીયો સોંગ કે જેને 80 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, વાલમ આવો ને 20 લાખથી વધુ વ્યૂઝ સાથે ગુજરાતીઓની પસંદને પામ્યા છે.