સુરત
વેડ રોડ ખાતે કાનુની જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું
જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ ના સચિવ સિનિયર સિવિલ જજ સી.આર.મોદી ના માર્ગદર્શન હેઠળ મહિલા દિવસ પખવાડિયું ઉજવણી નિમિતે 103 ઇન્દિરાનગર આંગણવાડી, વેડ રોડ ખાતે કાનુની જાગૃતિ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા Plv કાંતાબેન જોગડિયા દ્વારા મહિલા ઓના બંધારણીય અધિકારો, મફત કાનુની સહાય, જાતીય હિંસા થી સુરક્ષા, પકશો એકટ, વિશે માહિતી આપી અને પેમ્પલેટ નું વિતરણ કર્યું જેમા આંગણવાડી કાર્યકર નીલાબેન ગીલાતર સહીત મહિલાઓ તેમજ બાળકો જોડાયા હતા.