સુરત

સ્વતંત્ર વિચારની આદત વ્યક્તિને નવી ઊંચાઈએ લઈ જાય છે : નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર પ્રેરણા ચતુર્વેદી

નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર પ્રેરણા ચતુર્વેદી સાથે ઈન્ટરેક્ટીવ સેશન યોજાયું

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના લેડિઝ વિંગ અને વુમન આંત્રરપ્રિન્યોર સેલના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે સ્ક્વોડ્રોન લીડર પ્રેરણા ચતુર્વેદી સાથે ઈન્ટરેક્ટીવ સેશન યોજાયું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર પ્રેરણા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, ‘સ્વતંત્ર વિચારની આદત વ્યક્તિને નવી ઊંચાઈએ લઈ જાય છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશનું પ્રતિનિધિત્વ કરવાના અવસરે મનમાં એક ગર્વની ભાવના હોવાની સાથે જ મનમાં આ તક કોઈ કારણસર ગુમાવવી ન પડે તેનો ડર પણ હતો. એરફોર્સમાં ડિફેન્સ સેક્ટરની પસંદગી કરવાની તક મળવાની સાથે જ તેના માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો અને ખૂબ જ પરિશ્રમ કરવા પડયા હતા. તે સમયે મહિલાઓ સામાન્ય નોકરીમાં પણ ગણ્યાગાંઠયા હતા ત્યારે ઇન્ડિયન આર્મીમાં અને એ પણ એર ફોર્સમાં સ્કવોડ્રન લીડર તરીકે નોકરી કરવી અશકય જેવી બાબત જણાતી હતી. પરંતુ, અદમ્ય સાહસ, શૌર્ય, ઇન્ટેલીજન્સ, ફરજ પ્રત્યે વફાદારી અને દેશદાઝની લાગણીને કારણે સ્કવોડ્રન લીડરનું સ્થાન પ્રાપ્ત થયું હતું અને તેને બખૂબી નિભાવીને નિવૃત્ત થયા હતા.

આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના માનદ્ ખજાનચી  કિરણ ઠુમ્મર, લેડિઝ વિંગના વાઈસ ચેરપર્સન  ગીતાબેન વઘાસિયા, ગ્રૃપ ચેરમેન  ભદ્રેશ શાહ અને ચેમ્બરની એગ્રીકલ્ચર, હોર્ટિકલ્ચર, ફર્ટિલાઇઝર એન્ડ ફૂડ પ્રોસેસિંગ કમિટીના ચેરમેન શ્રી કે. બી. પિપલિયા તેમજ વિવિધ ક્ષેત્રની મહિલા ઉદ્યોગ સાહસિક ઉપસ્થિત રહ્યા હતા. ચેમ્બરના ગ્રૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ સમગ્ર સેશનનું સંચાલન કર્યું હતું. સેશનમાં ઉપસ્થિતોના સવાલોના સંતોષકારક જવાબ નિવૃત્ત સ્ક્વોડ્રન લીડર પ્રેરણા ચતુર્વેદીએ આપ્યા હતા. અંતે વુમન આંત્રપ્રિન્યોર સેલના કો-ચેરપર્સન સુશ્રી નિમિષા પારેખે આભાર વિધી કરી સેશનનું સમાપન કર્યુ હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button