સુરત

 સીએ ની પરીક્ષા માં ઉતીર્ણ થયેલ વિધાર્થી નો સન્માન સમારંભ યોજાયો

૨૯ માર્ચ ના ૨૦૨૨ ના રોજ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉંટેંટ ઓફ ઈન્ડિયા સુરત બ્રાન્ચ દ્વારા NOVEMBER ૨૦૨૧ની પરીક્ષામાં ઉતીર્ણ થયેલ ૨૮૧ ચાર્ટર્ડ એકાઉન્ટ નું બહુમાન કરવામાં આવેલ છે. ICAI, સુરત ના ચેરમેન શ્રી નિકેશ કોઠારી એ પોતાના પ્રાસંગિક પ્રવચન માં જણાવ્યું હતું કે સુરત શહર અત્યાર નાં સમયમાં દેશને ઉત્તમ CA આપવાનું મશીન બની ગયું છે.

એટલું જ નહિ સુરત શેહર ના CA એ ભેગા મળીને “શિક્ષા અભયાન” ઘ્વારા આખા ભારત માં એક સીમાચિહ્ન સમાન કાર્ય કર્યું છે, જેને કારણે મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ ના વિદ્યાર્થી ઓને CA ઘ્વારા ભંણાવવામાં પણ આવશે અને તેમાંથી દર વર્ષે ૧૦૮ વિદ્યાર્થી ને શિષ્યવૃતિ ના માધ્યમ થી CA નું શિક્ષણ મફત માં આપવામાં આવશે.

કાર્યક્રમ માં ICAI Western Region નાં ત્રણ રાજયો નાં પદાધિકરી પણ હાજર રહયા હતા અને પરીક્ષામાં ઉતીર્ણ થયેલ ૨૮૧ સી. એ. નું અભિવાદન કર્યું હતું, ને ભવિષ્ય માં મળનારી તક અને ચેલેન્જ નો કેવી રીતે સામનો કરવો એના વિષે માર્ગદર્શન આપ્યું હતું.

ICAI WIRC ના ચેરમેન શ્રી મુર્તુઝા કાચવાલા એ જણાવ્યું હતું કે ICAI ની સ્થાપના ૧૯૪૯ માં થઇ હતી જયારે ભારત નું બંધારણ પણ અસ્તિત્વ માં ન હ્તું. આમ ICAI ને ભારત સરકાર દેશ ના ઘડતર ના પાયા સમાન સન્માન આપે છે. દરેક CA એ પોતાના કર્તવ્ય અને જવાબદારી નું વહન કરવું એ ખુબ જ મહત્વ નું છે, જેથી સમગ્ર દેશ માં સ્વસ્થ નાણાકીય પરિસ્થિતિ નું નિર્માણ થઇ શકે.

ICAI SURAT ના મંત્રી શ્રી દુષ્યંત વિઠલાણી અને ખજાનચી શ્રી અશ્વિન ભાઉવાલા એ ભેગા મળી ને સર્વે મહેમાનોનું સ્વાગત અને બહુમાન કર્યું હતું. wairc ના સેક્રેટરી શ્વેતા જૈને વિદ્યાર્થી ને બિરદાવતા કહ્યું હતું કે CA એક ડિગ્રી છે, પરંતુ CA ના વ્યક્તિત્વ નું ભારત નિર્માણ માં ખુબ જ મહત્વ છે. ભારત દેશ ની નાણાકીય સધ્ધરતા માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ભાગીદાર છે. ICAI SURAT ના ઉપપ્રમુખ શ્રી અરુણ નારંગે આ પ્રસંગે હાજર રહેલ તમામ વ્યક્તિ નો આભાર વ્યક્ત કર્યો હતો.

આજના દિવસે સુરત ના ઇતિહાસ માં સૌ પ્રથમ વાર વાણિજ્ય ની ત્રણ મુખ્ય અને મહત્વ ની ત્રણ મુખ્ય શાખા (ICAI-ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડએકાઉન્ટ, ICSI-ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી, ICWA-ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ મેનેજમેન્ટ) ના બધા જ વડા એક જ મંચ પર ઉપસ્થિત રહીને પ્રોફેશનની ભવિષ્ય ની નીતિ અને સફળતા વિષે ચર્ચા વિચારણા કરી હતી.

આજે દેશ માં કૌભાંડ ને કારણે દેશ અને બેંક ની નાણાકીય પરસ્થિતિ જોખમાઈ છે, ત્યારે વાણિજ્ય ની આ ત્રણે પાંખ એક બીજા ને કેવી રીતે મદદ કરી ને દેશ ની નાણાકીય પરિસ્થિતિ ને મજબૂત અને સધ્ધર બનાવી શકે તેના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમ દેશ ની રક્ષા કરવા આર્મી, નેવી અને એરફોર્સ છે, તેમ દેશ ની નાણાકીય અને વાણિજ્યક પરિસ્થિતિ ની રક્ષા કરવા માટે ICAI, ICSI અને ICWA નામની ત્રણ સંસ્થા કામ કરી રહી છે.

આજ ના શુભ અવસરે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉંટેંટ ઓફ ઈન્ડિયા સુરત બ્રાન્ચ અને WIRC ના પદાધિકરીઓ સાર્વજનિક સોસાયટી અને યુનિવર્સિટી ની મુલાકાત મુલાકાત લીધી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button