નેશનલલાઈફસ્ટાઇલસુરત

 મુંબઇ ખાતે SGCCI આર્ટ એકઝીબીશન યોજાયું, રૂપિયા ૧પ હજારથી ૧ લાખ સુધીની પેઇન્ટીંગનું પ્રદર્શન

૪૩ કલાકારો દ્વારા બનાવવામાં આવેલી ઓઇલ પેઇન્ટીંગ, એક્રેલીક પેઇન્ટીંગ, સ્કલ્પચર્સ, ફોટોગ્રાફી અને પેન્સીલ ડ્રોઇંગ વિગેરે જુદી–જુદી કેટેગરીના આર્ટનું પ્રદર્શન

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા તા. ૧૧થી ૧૭ જૂન, ર૦ર૪ના રોજ સવારે ૧૧:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યા દરમ્યાન નહેરુ સેન્ટર આર્ટ ગેલેરી – ડિસ્કવરી ઓફ ઇન્ડિયા બિલ્ડિંગ, ડો. એનીબેસન્ટ રોડ, વરલી, મુંબઇ ખાતે SGCCI આર્ટ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે.

મંગળવાર, ૧૧મી જૂને સવારે ૧૧:૦૦ કલાકે ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો હતો, જેમાં ઉદ્‌ઘાટક તરીકે મુંબઇ સ્થિત ડી.આર. ચોકસી ફિનસર્વ પ્રા.લિ.ના મેનેજિંગ ડિરેકટર  દેવેન ચોકસી ઉપસ્થિત રહયા હતા અને તેમના વરદ્‌ હસ્તે SGCCI આર્ટ એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ તેમજ પ્રેસિડેન્ટ ઇલેકટ શ્રી વિજય મેવાવાલાએ ઉદ્‌ઘાટન સમારોહમાં સર્વેને આવકાર્યા હતા. તેમણે સુરત ઉપરાંત દેશભરના કલાકારોને પ્લેટફોર્મ તેમજ પ્રોત્સાહન આપવાના હેતુથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવતા વર્ષે પણ મુંબઇ, અમદાવાદ અને નવી દિલ્હી એમ ત્રણ સ્થળે SGCCI આર્ટ એકઝીબીશનનું આયોજન કરાશે તેવી જાહેરાત કરી હતી.

ચેમ્બરના માનદ્‌ મંત્રી તેમજ વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ  નિખિલ મદ્રાસીએ ઉદ્‌ઘાટન સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના માનદ્‌ ખજાનચી  કિરણ ઠુમ્મર, કયુરેટર શ્રી ચરણજીત સિંગ અને એકઝીબીશનમાં ભાગ લેનારા સર્વે કલાકારો ઉપસ્થિત રહયા હતા. ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન  બિજલ જરીવાલાએ સમારોહમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો.

કયુરેટર  ચરણજીત સિંગે જણાવ્યું હતું કે, મુંબઇ ખાતે તા. ૧૭મી જૂન સુધી ચાલનારા આર્ટ એકઝીબીશનની દેશભરમાંથી કલા રસિકો મુલાકાત લેશે અને કલાકારોને તેમની કલા અને મહેનતનું યોગ્ય વળતર મળશે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, આ એકઝીબીશનમાં સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા, દમણ અને મુંબઇના કુલ ૪૩ કલાકારોએ ભાગ લીધો છે. આ કલાકારો દ્વારા બનાવવામાં આવેલી ઓઇલ પેઇન્ટીંગ, એક્રેલીક પેઇન્ટીંગ, સ્કલ્પચર્સ, ફોટોગ્રાફી અને પેન્સીલ ડ્રોઇંગ વિગેરે જુદી–જુદી કેટેગરીના આર્ટનું આ એકઝીબીશનમાં પ્રદર્શન કરવામાં આવી રહયું છે. રૂપિયા ૧પ હજારથી લઇને રૂપિયા ૧ લાખ સુધીની પેઇન્ટીંગ અહીં પ્રદર્શિત કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button