સિદ્ધિપથ દર્શક શ્રી ઉપધાન તપોત્સવમાં પરમતાક પરમાત્માનો અને પૂજ્ય ગુરુ ભગવંતોનો પ્રવેશ
![](https://divyagujarati.com/wp-content/uploads/2023/10/Screenshot_2023_1024_131655.jpg)
સુરતઃ ભક્તિ શ્રદ્ધા અને સમર્પણ થી છલકાતા સુરત નગરે
વેસુ વિસ્તારમાં આવેલ બલર ફાર્મ ખાતે તપોભૂમિ યશોકૃપા નગરી ખાતે અસારા નિવાસી કોરડીયા ભારમલભાઈ માલજીભાઈ પરિવાર દ્વારા સિદ્ધિપથ દર્શક શ્રી ઉપધાન તપોત્સવનું નિમિતે કે પી એમ ટેરા પ્રાઈમ વેસુ થી સવારે 6:00 કલાકે યશોકૃપા નગરીમાં વાજતે ગાજતે નું ઉદ્ઘાટન તથા પરમતાક પરમાત્માનો અને પૂજ્ય ગુરુ ભગવંતોનો પ્રવેશ થયો હતો ત્યારબાદ સાંજે 7:00 કલાકે ઉપધાન તપની ભાવયાત્રા દરમિયાન અતુલભાઇ દાઢી (મુંબઈ) સંવેદના વ્યક્ત કરી હતી .
24મી ઓક્ટોબર મંગળવારે સવારે સાત કલાકે ઉપધાન તપના આરાધકોનો પ્રથમ મંગલ પ્રવેશ યશોકૃપા નગરી ખાતે થશે .જેમાં 971 થી વધુ આરાધકો 47 દિવસનું ઉપધાન તપ કરશે અને દ્વિતીય પ્રવેશ 26 ઓક્ટોબર 2023 ના રોજ થશે.
આ સિદ્ધિપથ દર્શક શ્રી ઉપધાન તપોત્સવ માં પાવન નિશ્રા ભક્તિયોગાચાર્ય પ.પૂ.આ.ભ.શ્રી યશોવિજય સૂરીશ્વરજી મ.સા., શાસ્ત્ર સંશોધક પ.પૂ.આ.ભ.શ્રી મુનિચંદ્ર સૂરીશ્વરજી મ.સા.,સરસ્વતી લબ્ધપ્રસાદ પ.પૂ.આ.ભ.શ્રી રત્નસુંદર સૂરીશ્વરજી મ.સા. 500 થી અધિક આદિ વિશાળ શ્રમન શ્રમની વૃંદની નિશ્રામાં અહીં 971 થી વધુ આરાધકો 47 દિવસનું ઉપધાન તપ કરશે.