એજ્યુકેશન

શિક્ષણ ભારતી કૉલેજ ઓફ એજ્યુકેશન તેમજ ભગવાન મહાવીર એજ્યુકેશન નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

બેસ્ટ એકશન તથા બેસ્ટ ડ્રેસિંગ,મટકી ડેકોરેશન,આરતી ડેકોરેશન સ્પર્ધાનું આયોજન થયું

સુરત : ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન શિક્ષણ ભારતી કૉલેજ ઓફ એજ્યુકેશન (બી.એડ્) તેમજ ભગવાન મહાવીર એજ્યુકેશન (એમ.એડ્)માં તા.૨૧/૧૦/૨૦૨૩ ના રોજ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સૌ તાલીમાર્થીઓ તેમજ આચાર્યઓ સહિત સૌ અધ્યાપકોએ ઉત્સાહભેર નવરાત્રી મહોત્સવનો આનંદ માણ્યો હતો.

જેમાં માતાજીની આરતીથી શરૂઆત કરી ગરબાની રમઝટ માણી હતી.તે દરમ્યાન બેસ્ટ એકશન તથા બેસ્ટ ડ્રેસિંગ,મટકી ડેકોરેશન,આરતી ડેકોરેશન સ્પર્ધાનું આયોજન થયું હતું.જેમાં બેસ્ટ એકશનમાં પ્રથમ-પટેલ મનાલી (સેમ-૩),વસાવા પંકજ(સેમ-૧),દ્વિતીય-જૈન સંધ્યા (સેમ-૧), નિરાલી ચન્દ્રવાડિયા (સેમ-૩),વસાવા હરિશ (સેમ-૧),તૃતીય-પટેલ આયુષી (સેમ-૩),ગુપ્તા રાહુલ (સેમ-૩),મકવાણા આયુષી (સેમ-૧)

તેમજ બેસ્ટ ડ્રેસિંગમાં પ્રથમ -પટેલ મનાલી (સેમ-૩),ભગવાવાલા દિવ્યેશ (સેમ-૩),દ્વિતીય- પરમાર રાજશ્રી (સેમ-૩) ,વસાવા પંકજ (સેમ-૧),તૃતીય-મકવાણા આયુષી (સેમ-૧),ભગત ઝીનલ(સેમ-૩),વસાવા હરિશ(સેમ-૧),

મટકી ડેકોરેશનમાં પ્રથમ-પરમાર રાજશ્રી(સેમ-૩),દ્વિતીય-મરાઠે હર્ષા(સેમ-૩),આરતી ડેકોરેશનમાં પ્રથમ-ભગવાવાલા દિવ્યેશ(સેમ-૩),દ્વિતીય-ગોહિલ મીના(સેમ-૩),તૃતીય-મરાઠે હર્ષા (સેમ-3)વિજેતા થયા હતા.

બેસ્ટ એકશનમાં ડૉ.ભાવિનાબેન દેસાઈ,પ્રા.જયશ્રીબેન પરમાર,પ્રા.કૃપલબેન પરમાર તેમજ બેસ્ટ ડ્રેસિંગમાં ડૉ.નયનાબેન ચૌહાણ,પ્રા.દર્શનાબેન પટેલ,અને પ્રા.નિકીતાબેન પટેલ તથા મટકી ડેકોરેશન અને આરતી ડેકોરેશનમાં પ્રા.હેમંતભાઈ પટેલ તથા પ્રા.દિવ્યેશભાઈ પટેલે નિર્ણાયકની ભૂમિકા ભજવી હતી.

બેસ્ટ ડ્રેસિંગ અને બેસ્ટ એક્શન સ્પર્ધાઓનું આયોજન પ્રા.કલ્પનાબેન પટેલ તેમજ પ્રા.વૈશાલીબેન પટેલે કર્યું હતું.તથા મટકી ડેકોરેશન અને આરતી ડેકોરેશનનું આયોજન ડૉ.ભાવિનાબેન દેસાઈ તેમજ પ્રા.જયશ્રીબેન પરમારે કર્યું હતું.સમગ્ર નવરાત્રી મહોત્સવનું આયોજન ડૉ.ભાવિનાબેન દેસાઈ તેમજ પ્રા.જયશ્રીબેન પરમારે કર્યું હતું.કૉલેજના ડીન અને શિક્ષણ ભારતી કૉલેજ ઓફ એજ્યુકેશનના આચાર્યશ્રી ડૉ. દિલીપભાઈ પટેલે સૌને અભિનંદન પાઠવ્યા હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button