ધર્મ દર્શન
ત્રણ દિવસીય શ્રી શ્યામ ઝૂલન ઉત્સવનો પ્રારંભ થયો હતો
સુરત : VIP રોડ પર આવેલ શ્રી શ્યામ મંદિર, સુરતધામ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે આયોજિત ત્રિ-દિવસીય શ્રી શ્યામ ઝૂલન ઉત્સવનો પ્રારંભ શુક્રવારથી થયો છે. આ પ્રસંગે બાબા શ્યામને ભવ્ય રીતે શણગારવામાં આવ્યો હતો અને મંદિર પરિસરને શણગારવામાં આવ્યું હતું.
ઝૂલન મહોત્સવમાં મંદિર પરિસરમાં સાંજે સાત વાગ્યાથી વિશાળ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક ગાયક કલાકાર અજીત દધીચ ઉપરાંત કોટાથી આમંત્રિત રાજેન્દ્ર અગ્રવાલે ભજન અને ધમાલ રજૂ કરી હતી. શનિવારે સાંજે 7 વાગ્યાથી શ્રી શ્યામ ભજન સંધ્યામાં સ્થાનિક ગાયકો ઉપરાંત મુંબઈથી આમંત્રિત સારેગામા ફેમ મનીષ ભટ્ટ ભજન રજૂ કરશે.