એજ્યુકેશન

કૌશલ્યથી કારકિર્દી તરફ : NSDC માન્ય Red & White Skill Education દ્વારા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો

સુરતઃ NSDC l Authorized Training Partner એવા ” Red & White Skill Education ” દ્વારા આજે વિધાર્થીઓ માટે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમણે પોતાના કૌશલ્ય આધારિત કોર્સ પૂર્ણ કર્યા છે. આ કાર્યક્રમમાં, વિધાર્થીઓએ માત્ર પ્રમાણપત્ર જ નથી મેળવ્યું, પરંતુ પોતાની કારકિર્દી માટે શક્તિશાળી કૌશલ્ય પણ પ્રાપ્ત કર્યા છે. આજે, આ વિધાર્થી શહેરના પ્રતિષ્ઠિત ક્ષેત્રોમાં Developer, Creative Designer, અને Mobile App Developer તરીકે નોકરી કરી રહ્યા છે.

આજના યુગમાં, કૌશલ્ય છે તો નોકરી, કારકિર્દી અને સફળતા છે. ઘણા યુવાનો ગ્રેજ્યુએશન પછી પણ નોકરી મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, કારણ કે તેમને Practical Skills અને Industry-Oriented Training નો અભાવ છે. Red & White Skill Education એ આ અભાવને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહી છે, Practical Skills આપીને વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીની વર્તમાન જરૂરિયાતો મુજબ તૈયાર કરી રહી છે.

જે રીતે આદરણીય શ્રી Ratan Tata અને Sundar Pichai એ કહ્યું છે:

“Degree are good, but skills are power”

“Skills are Power” – આ વાતને ભારત સરકાર દ્વારા સ્થાપિત NSDC દ્વારા પણ પુરવાર કરવામાં આવી છે, અને Red & White, NSDC ના Authorized Training Partner તરીકે આ દૃષ્ટિકોણને મજબૂત રીતે અનુસરે છે. અમારુ મુખ્ય મકસદ છે કે વિધાર્થીઓને માત્ર શિક્ષણ નહીં, પરંતુ એવી શક્તિ આપવી તેઓ આત્મનિર્ભર બની શકે અને પોતાના ભવિષ્યને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે.

જોઈએ તો, આ કાર્યક્રમ માત્ર પ્રમાણપત્ર વિતરણ નહોતું – તે વિદ્યાર્થીઓ માટે નવા ભવિષ્યની શરૂઆત હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button