સેમસંગ દ્વારા બીસ્પોક AI વિંડફ્રી™ એસી રેન્જ લોન્ચ કરાઈઃ સેગમેન્ટમાં 19 મોડેલ રજૂ કર્યા
ગુરુગ્રામ, ભારત, 29મી જાન્યુઆરી, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે આજે બીસ્પોક AI વિંડફ્રી™ની તેની 2025 લાઈનઅપ રજૂ કરી, જે અત્યાધુનિક AI ટેકનોલોજી અને પ્રીમિયમ ડિઝાઈનનું ફ્યુઝન છે. ઈન્ટેલિજન્સ કૂલિંગ, કૂલિંગ કાર્યક્ષમતા અને કનેક્ટેડ જીવન પર એકાગ્રતા સાથે 19 મોડેલની નવી રેન્જ ભારતીય ગ્રાહકોની ઉત્ક્રાંતિ પામતી માગણીને પહોંચી વળે છે. આ એર કંડિશનર્સ ભારતની તીવ્ર ગરમીઓના પડકારોને નાથવા સાથે કમ્ફર્ટ, સુવિધા અને ઈનોવેશન પ્રદાન કરવા માટે વિચારપૂર્વક ઘડવામાં આવ્યાં છે.
આ રેન્જ વિવિધ હવામાનની સ્થિતિઓને સહજ રીતે અપનાવતાં AI-પ્રેરિત ઈનોવેશન્સનો લાભ લેતાં એકધાર્યા આરામ અને મહત્તમ કાર્યક્ષમતાની ખાતરી રાખે છે. વિંડફ્રી™ કૂલિંગ ટેકનોલોજી 23,000 સૂક્ષ્મ છિદ્રો થકી નમ્ર રીતે હવા પ્રસરાવીને ડાયરેક્ટ ડ્રાફ્ટ્સને નાબૂદ કરે છે, જ્યારે AI ફાસ્ટ અને કમ્ફર્ટ કૂલિંગ ફીચર
જગ્યાને ઝડપથી ઠંડી કરે છે અને સક્ષમ કમ્ફર્ટ માટે ઊર્જા કાર્યક્ષમ સેટિંગ્સમાં બુદ્ધિશાળી રીતે પરિવર્તિત થાય છે. મનમાં આધુનિક જીવનશૈલીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી આ રેન્જ સ્માર્ટથિંગ્સ કનેક્ટિવિટીને જોડીને રિમોટ મોનિટરિંગ માટે મેપ વ્યુ અને સહજ કંટ્રોલ માટે ક્વિક રિમોટ જેવા આધુનિક ફીચર્સ ઓફર કરે છે.
વર્ક ફ્રોમ હોમ પેઢીના જીવનમાં વધુ સુવિધા ઉમેરતાં બીસ્પોક AI વિંડફ્રી™ એસી વાય-ફાયનો ઉપયોગ કરીને સેમસંગના સ્માર્ટથિંગ્સ એપ સાથે પણ સહજ રીતે કનેક્ટ થાય છે, જેને કારણે તમે બિક્સબી વોઈસ આસિસ્ટન્ટ, એલેક્સા અને ગૂગલ હોમ ઉપયોગ કરીને સેટિંગ્સ બદલી શકો છો અને ઓન/ઓફફ કરી શખો છો. તમે સ્માર્ટ AI ઓટો કૂલિંગ સાથે કૂલિંગ મહત્તમ બનાવી શકો છો અને જિયો- ફેન્સિંગ આધારિત વેલ્કમ કૂલિંગ ફીચર સાથે ઘરે પહોંચો તે પૂર્વે રૂમ આપોઆપ કૂલ કરી શકો છો. નવા ‘ગૂડ સ્લીપ’ મોડ સાથે પાવર્ડ આ એસી નિદ્રાના તબક્કા અનુસાર તાપમાન સમાયોજિત કરીને રાતભર સુખદ નિદ્રાને પ્રમોટ કરે છે.
“અમને 2025 બીસ્પોક AI વિંડફ્રી™ એર કંડિશનર્સ સાથે ભારતીય ઉનાળાના અજોડ પડકારોને પહોંચી વળવા સાથે હોમ કૂલિંગ અનુભવનો નવો દાખલો બેસાડવાનો રોમાંચ છે. આ એર કંડિશનર્સ ઈનોવેશન પ્રત્યે સેમસંગની કટિબદ્ધતાનો દાખલો છે, જે રોજબરોજનું જીવન બહેતર બનાવે છે. AI- પ્રેરિત કૂલિંગ અને ઊર્જા કાર્યક્ષમતા, સ્માર્ટ કનેક્ટિવિટી અને લાઈફસ્ટાઈલ- બહેતર બનાવતા ફીચર્સને સમિશ્રિત કરીને આ રેન્જ ભારતીય ગ્રાહકો માટે શક્તિશાળી AI ટેક ઈનોવેશન લાવે છે,” એમ સેમસંગ ઈન્ડિયાનાં ડિજિટલ એપ્લાયન્સીસના સિનિયર ડાયરેક્ટર ઘુફરાન આલમે જણાવ્યું હતું.