સુરત

સુરતના ૧૫૦૦ હિન્દુ નાગરિકોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કરવાની પરવાનગી માગી

મિશન જય ભીમના આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધર્માંતરણ કાયદા હેઠળ ફોર્મ રજૂ કર્યાં

સુરત , મિશન જય ભીમ અંતર્ગત સુરત શહેરમાંથી લગભગ ૧૫૦૦ જેટલા નાગરિકોએ ધર્માંતર નિયમ મુજબ પોતાનો હિન્દુ ધર્મ બદલવાની માગણી જિલ્લા કલેક્ટર સમક્ષ કરી છે . જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મિશન જય ભીમના આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સુરતમાંથી હિન્દુ ધર્મના ૧૫૦૦ નાગરિકો હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ અંગિકાર કરવા માટેના ધમાંતર ક્લમ -ક મુજબના ફોર્મ ભરીને રજુ કરવામાં આવ્યા હતા .

આ દરમિયાન જિલ્લા કચેરી ખાતે મિશન જય ભીમ – ચલો બુદ્ધ કી ઔર અભિયાન સાથે સંકળાયેલા આગેવાનોએ જણાવ્યું કે , સુરત સહિત ગુજરાતના મહેસાણા , દ્વારકા , ગાંધીધામ , ગીરસોમનાય , અમરેલી , ભાવનગર , જામનગર , જુનાગઢ , પોરબંદર , રાજકોટ , વલસાડ , નવસારી અને તાપી જિલ્લામાંથી પણ નાગરિકો દ્વારા હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અંગિકાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે .

આ પ્રસંગે અખિલ ભારતીય ગુજરાત પ્રદેશ ભીખુ સંઘના અધ્યક્ષ ભદંત કારૂનિકો મહાયરો , મિશન જય ભીમના ભાનુભાઈ ચૌહાણ , પ્રકાશભાઈ ડાભી, સુરેશ સોનવને, સુભાષ જાડે, મોતીલાલ સાલું કે વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા . ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું કે , નિશન જય ભીમ – ચલો બુદ્ધ કી ઓર અભિયાન હેઠળ સમગ્ર દેશમાં આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં એસસી , એસટી , ઓબીસી સહિત અન્ય ધર્મના મળીને લગભગ ૧૦ કરોડ લોકો બૌદ્ધ ધર્મ અંગિકાર કરશે .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button