સ્પોર્ટ્સ
સમસ્ત કહાર માછી દ્વારા ફુલ પાવરલિફ્ટિંગ, બેંચપ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પયનશિપનું આયોજન
આગામી ૦૨ ઓક્ટોબર ને ગાંધી જયંતીના દિવસે સમસ્ત કહાર માછી આયોજિત ફુલ પાવરલિફ્ટિંગ, બેંચપ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે, સમાજના છોકરાઓ અને છોકરીઓને સ્ટેટ અને નેશનલ લેવલે સારું માર્ગદર્શન મળે એ હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધા વિવિધ કેટેગરી જેવી કે ૦ થી ૫૦ કિલો, ૫૦ થી ૫૫ કિલો, ૫૫ થી ૬૦ કિલો, ૬૦ થી ૭૦ કિલો, ૭૦ થી ૮૦ કિલો, ૮૦ થી ૯૦ કિલો અને ૯૦ થી ઉપરના કિલોગ્રામની કેટેગરીમાં યોજાશે,
જેમાં ભાગ લેવા માટે માત્ર માછી સમાજના યુવાનોએ અમૂલ નવસારીવાલા ૯૪૨૮૨૮૦૬૧૯, રોહન બોરસલ્લીવાલા ૯૫૧૦૦૪૧૨૩૦ અને હિરેન કહાર ૯૯૧૩૩૩૯૬૯૬ નો સંપર્ક કરવા એક યાદી માં જણાવ્યું છે.