મહામારી પછીના તબક્કામાં પ્રવાસ અને પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપતા ટીટીએફ સુરતનો પ્રારંભ
પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઈનડોર સ્ટેડિયમ ખાતે શરૂ થયેલો ટીટીએફ દક્ષિણ ગુજરાતના વાયબ્રન્ટ પ્રવાસન બજારને વર્ષ 2022-23ના મહામારી પછીના ગાળામાં ખૂબ જ મહત્વનો બની રહેશે
સુરત, 2 સપ્ટેમ્બર, 2022: પશ્ચિમ ભારતમાં નેટવર્કીંગનું ઉત્તમ પ્લેટફોર્મ ગણાતા સુરતમાં દીનદયાળ ઉપાધ્યાય ઈનડોર સ્ટેડિયમ, આઠવા લાઈન, સુરત ખાતે ટીટીએફ સુરતનો પ્રારંભ થયો છે, જે મહામારી પછીના ગાળામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રિય પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપશે. 2 વિદેશી રાષ્ટ્રના 100થી વધુ સહયોગીઓ અને ભારતના 10 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો તેમાં સામેલ થઈ રહયા છે. આ એક એવો સમય છે કે ભારતમાં ટ્રાવેલ અને ટુરિઝમ ઈન્ડસ્ટ્રી મહામારીને પાછળ છોડીને આગળ ધપી શકે તેમ છે. ટીટીએફ સુરત પ્રવાસન ઉદ્યોગને બેઠો કરવામાં અને વિકાસના પંથે આગળ ધપવામાં બુસ્ટર ડોઝનું કામ કરશે.
વર્ષ 2022-23ના આગામી મહિનાઓમાં ભારતમાં ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રે અમૂલ્ય વૃધ્ધિ જોવા મળશે, કારણ કે ભારતનું ટ્રાવેલ માર્કેટ દુનિયામાં સૌથી વધુ ઝડપથી વૃધ્ધિ પામતું બજાર ગણાય છે. ભારતમાંથી વિદેશમાં રહેતા લોકોનું બજાર વર્ષ 2024 સુધીમાં 42 અબજ યુએસ ડોલરનો આંકડો વટાવી જઈ શકે તેમ છે.
દેશના અર્થતંત્રમાં સ્થાનિક પ્રવાસન પ્રવૃત્તિ પણ મહત્વની ભૂમિકા બજાવે છે. વર્ષ 2022માં 68 ટકા ભારતીયો પ્રવાસન પ્રવૃત્તિમાં સામેલ થશે તેવી અપેક્ષા છે. અન્ય મહત્વના રાજ્યોની સાથે સાથે ગુજરાત પણ ટુરિઝમ માર્કેટમાં ખૂબ જ મહત્વનું સ્થાન ગણાય છે. કેટલાક અહેવાલો મુજબ ગુજરાતની જીડીપીમાં પ્રવાસન પ્રવૃત્તિનો હિસ્સો વર્ષ 2015માં આશરે 5 ટકા હતો તે રાજ્યની એકંદર ઘરગથ્થુ ઉત્પાદન પ્રવૃત્તિમાં આશરે 10.2 ટકા જેટલો રહેવાનો અંદાજ છે. કેટલીક પ્રવાસન ઝૂંબેશો અને કાર્યક્રમોની સહાયથી સરકાર, રાજ્યને ભારત અને વિદેશના પ્રવાસીઓ માટેનું સફળ સ્થાન બનાવી ચૂકી છે.
ગુજરાતના મોટા અને વાયબ્રન્ટ ટુરિઝમ માર્કેટને ગતિ પૂરી પાડીને ટીટીએફ કે જે ભારતનો સૌથી મોટો ટ્રાવેલ અને ટ્રેડ શો ગણાય છે તે દિવાળી અને શિયાળાના વેકેશન પૂર્વે યોગ્ય સમયે નેટવર્કીંગની તક પૂરી પાડશે.
ટીટીએફમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર તથા મહારાષ્ટ્ર ફીચર સ્ટેટ તરીકે તેમની પ્રવાસનની ઉત્તમ તકો દર્શાવી રહ્યા છે. યજમાન રાજ્ય ગુજરાત પણ પોતાના આકર્ષણો ઓફર કરીને આ શોને અપાર સહયોગ પૂરો પાડી રહ્યું છે. સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી ખાનગી ક્ષેત્રના સહયોગીઓ પણ આ શોમાં સામેલ થઈ રહયા છે.
વિવિધ રાજ્યોના એક્ઝિબીટર્સ પોતાની પ્રવાસન પ્રવૃત્તિ દર્શાવી રહયા છે તેમાં- આંદામાન અને નિકોબાર આઈલેન્ડઝ, દિલ્હી, કર્ણાટક, કેરાલા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિદેશ પ્રવાસ કરાવતા એક્ઝિબીટર્સ અને હોસ્પિટાલિટી ચેઈન્સ પણ આ શોમાં સામેલ થઈ છે.
ટીટીએફ સુરતમાં નેપાળ અને યુએઈ જેવા દેશોનું વિદેશમાંથી પણ પ્રતિનિધિત્વ પ્રાપ્ત થયું છે. મોટાભાગના રાજ્યોના પ્રતિનિધિ મંડળો તેમના ટુર ઓપરેટર અને હોટેલિયર્સ સાથે સામેલ થઈ રહયા છે. ભારતના પ્રવાસીઓની વિવિધ સ્થળોની મુલાકાત લેવાની ભાવના ખૂબ જ સતેજ છે. મહામારી દરમ્યાન પણ કેટલાક પ્રવાસન સ્થળો સાવચેતી સાથે ખૂલ્લા રહ્યા હતા.
ઈન્ડિયા ટુરિઝમ પણ આ શોમાં હાજરી આપીને ‘આઝાદી કા અમૃત મહોત્વ’, ‘દેખો અપના દેશ’ અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ જેવી તેની વિવિધ પ્રચાર ઝૂંબેશો અને કાર્યક્રમો અંગે રજૂઆત કરશે.
ટીટીએફ સુરતનો પ્રારંભ શ્રીમતિ હેમાલી કલ્પેશકુમાર બોઘાવાલ – મેયર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના, શ્રી બંછાનિઘી પાની, આઈ.એ.એસ., મ્યુનિસિપલ કમિશનર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, શ્રી પરેશ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની હાજરીમાં થયો હતો. તેમની સાથે અન્ય મહાનુભવોએ પણ હાજરી આપી હતી.
તા.3 અને 4 સપ્ટેમ્બરના રોજ સવારના 11 થી સાંજના 7 વાગ્યા સુધી તમામ લોકો માટે ખૂલ્લો રહેશે. ઉદ્દઘાટન સમારંભમાં ટ્રાવેલ ટ્રેડ સમુદાયના લોકો મોટી સંખ્યામાં હાજર રહયા હતા. પછીના બે દિવસ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો હાજરી આપશે તેવી અપેક્ષા છે. લોકો મોટી સંખ્યામાં આ શોની મુલાકાત લઈને સમગ્ર દેશની સૌથી મોટી ડીલ્સ અને ઉત્તમ ટ્રાવેલ ઓફર્સનો લાભ લેશે.
ટીટીએફની ગણના દેશના સૌથી જૂના અને સૌથી મોટા ટ્રાવેલ ટ્રેડ શોના નેટવર્ક તરીકે થાય છે કે જે દર વર્ષે 9 શહેરોને આવરી લે છે. સુરત ઉપરાંત TTF, OTM અને BLTMનું આયોજન મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, બેંગ્લોર, કોલકતા, હૈદ્રાબાદ, અમદાવાદ અને પૂનામાં કરવામાં આવ્યું છે.
ફેરફેસ્ટ મિડીયા લિમિટેડના ચેરમેન અને સીઈઓ શ્રી સંજીવ અગરવાલ જણાવે છે કે “ગુજરાતના વાયબ્રન્ટ બજારમાં ટીટીએફ સુરતનો પ્રારંભ કરતાં આનંદ અનુભવીએ છીએ. આ રાજ્ય મહામારી પછીના તબક્કામાં ટ્રાવેલ અને ટુરિઝમને ફરીથી વેગ આપવામાં મહત્વનું બની રહેશે. આ શોમાં મોટી સંખ્યામાં સામેલ થઈ રહેલા એક્ઝિબીટર્સ અને મુલાકાતીઓ આ ઉદ્યોગ માટેના હકારાત્મક અને આશાવાદી વલણનું પ્રતિક છે. ટીટીએફ સુરતને તેના યજમાન રાજ્ય અને ટ્રાવેલ તથા ટુરિઝમ ઉદ્યોગનો ઉત્તમ પ્રતિસાદ પ્રાપ્ત થયો છે.”
ટીટીએફને OTOAI, TAAI, ADTOI, ETAA, IATTE, ABTO, TUC, NIMA, TOA, SKAL જેવા ટ્રાવેલ એસોસિએશન્સનો સક્રિય સહયોગ પ્રાપ્ત થયો છે. આ ઉપરાંત SITE, TAG, TOSG, TLC, GTAA, SGTCA, TAAS, ATAA, RAAG, VTAA, UTEN અને TAAPI જેવા આંતરરાષ્ટ્રિય એસોસિએશન્સ પણ તેમાં સામેલ થયા છે.