ગુજરાતધર્મ દર્શનસુરત

વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી 12 અને 13 માર્ચે સુરતમાં

ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે વિજ્ઞાન ભૈરવ કાર્યક્રમ, મોટા વરાછામાં સત્સંગ અને સુદર્શન ક્રિયાનું આયોજન

સુરત. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થયાના અવસરે યોજાઈ રહેલા કાર્યક્રમોની શ્રૃંખલામાં આગામી 12 અને 13મી માર્ચના રોજ આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી ના સાનિધ્યમાં વિજ્ઞાન ભૈરવ અને રત્નરાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે માહિતી આપતા આર્ટ ઓફ લિવિંગ સુરત ચેપ્ટર તરફ થી એપેક્ષ મેમ્બર હીરલભાઈ દેસાઈ અને યશેસ સ્વામી એ જણાવ્યું હતું કે આર્ટ ઓફ લિવિંગ દુનીયા ના 180 દેશોમાં ફેલાયેલી સંસ્થા છે અને કરોડો અનુયાયીઓ છે. વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર જી આ સંસ્થાનાં પ્રણેતા છે. ત્યારે આ સંસ્થાની સ્થાપનાને 40 વર્ષ પૂર્ણ થતાં વિશ્વ ભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

વિગતવાર ચર્ચા કરતા આર્ટ ઓફ લિવિંગ સ્ટેટ ટીચર કોડીનેટર બકુલભાઈ પટેલે જણાવ્યું કે આ અંતર્ગત ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી સુરતના આંગણે તેમના સાનિધ્યમાં 12મી માર્ચના રોજ વિજ્ઞાન ભૈરવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં સ્વયં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી ભગવાન શંકરે પાર્વતીજીને શીખવેલા 112 મેડિટેશન ટેકનિક કે જે ના આશીર્વાદ તરીકે આપી શકાય તે શીખવાડશે. અને જ્ઞાન વાણી આપશે. આ કાર્યક્રમ સવારે 10 થી 1 અને બપોરે 5 થી 8 વાગે એમ બે સેશનમાં યોજાશે.

ત્યારબાદ આર્ટ ઓફ લિવિંગ ના મીડીયા કોડીનેટર દીનેશભાઈ ચૌધરી એ વધુ મા જણાવ્યું કે 13મી માર્ચના રોજ મોટા વરાછાના ગોપીનગામ ખાતે રત્નરાજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમ અંતર્ગત ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર જી નું સત્સંગ અને સુદર્શન ક્રિયા કાર્યક્રમ યોજાશે. જેમાં સુરતમાંથી એક લાખથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. આ બન્ને કાર્યક્રમ મા સમગ્ર ગુજરાત માથી લોકો આવશે.

તથા અત્રે ખાશ ઊલ્લેખનીય છે કે ગુરુદેવ ગુજરાત ની યાત્રા પર હોવાથી મોટા ભાગ ના ગુજરાતી કલાકાર મિત્રો ગુરુદેવ ને સાંભળવા આવશે અને બાકી ના પણ તમામ ક્ષેત્ર ના લોકો જોડાશે જેમકે ડોક્ટર્સ, ચાર્ટડ એકાઉન્ટન્ટ, એડવોકેટ્સ, બ્યુરોકેટ્સ, ટ્રષ્ટી, શિક્ષકો પણ જોડાશે. કાર્યક્રમ પહેલા આર્ટ ઓફ લીવીંગ ના સ્વયંસેવકો ની પુરા જોશ મા તૈયારીઓ. તેમજ 10 થી 16 માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે. સમગ્ર ગુજરાત મા અલગ અલગ પ્રકાર ના વીવીધ કાર્યક્રમો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button