ટી.એન્ડ ટી.વી ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ સુરતમાં આંતર રાષ્ટ્રીય યોગ દિવસની વાઈબ્રન્ટ ઉજવણી

સુરતઃ ટી.એન્ડ ટી.વી ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ, રામપુરા, સુરતમાં આંતર રાષ્ટ્રીય યોગ દિવસની વાઈબ્રન્ટ ઉજવણી અનેરી રીતે રંગોળી હરીફાઈ અને મહેંદી હરીફાઈ યોજી નર્સિંગ કોર્ષના વિદ્યાર્થીઓએ રચનાત્મક, યોગ અભ્યાસને વણી લઈ, આબેહૂબ કલાત્મક રીતે રંગ-તરંગને કંડારી કલાત્મક આકર્ષક રીતે રજૂ કરી હતી.
મહેંદી હરીફાઈમાં વિવિધ યોગ અભ્યાસ અને ધ્યાનમુદ્રાના આસનોને આબેહૂબ મહેંદીમાં ડિઝાઇન બનાવી યોગ દિવસને યાદગાર બનાવ્યો હતો. વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સંસ્થાના પ્રિન્સિપાલ કિરણ દોમડીયાએ વિશ્વમાં યોગ અભ્યાસનું મહત્વ અને યોગ એટલે યોગાસન ફક્ત નહીં પરંતુ ધ્યાન, સાધના, આહાર, વિહાર, વિચાર સાથેનો સંગમ એટલે “યોગ” વિશે જણાવ્યું હતું.
આ પ્રસંગે યોજનાર રંગોળી સ્પર્ધામાં ૧૦ ગ્રુપ દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી અને જેનું મૂલ્યાંકન કોલેજના ફેકલ્ટી એકતા પંડ્યા અને ચિત્રા કંથારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાંથી પ્રથમ ક્રમ પાંચમાં સેમેસ્ટર (બી.એસસી.નર્સિંગ ) માં અભ્યાસ કરતા પટેલ પ્રાચીતા, પટેલ રિદ્ધિ અને નવાગામિયા કશિશના ગ્રુપ દ્રારા અને બીજો ક્રમ ત્રીજા સેમેસ્ટર (બી.એસસી.નર્સિંગ) માં અભ્યાસ કરતા પટેલ ક્રિશા અને પટેલ યાશિકાના ગ્રુપ અને પ્રથમ વર્ષ (જી.એન.એમ.) માં અભ્યાસ કરતા જોશી હેતવી, બ્રમભટ્ટ પ્રાપ્તિ અને વાઘાણી ખુશી દ્રારા હાંસલ કર્યો હતો .
તથા આયોજિત મહેંદી સ્પર્ધામાં ભાગ લેનાર ૧૨ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કોલેજના ફેકલ્ટી સોનલ વાઘેલા અને જાગૃતિ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમ પટેલ ધ્રુવી (પાંચમાં સેમેસ્ટર બી.એસસી.નર્સિંગ) અને દ્રીતિય ક્રમ સીંગ નેહા (પાંચમાં સેમેસ્ટર બી.એસસી.નર્સિંગ) દ્રારા પ્રાપ્ત કરવામાં આવ્યો હતો.