વેસુ-આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનમાં મૂલનાયક શ્રી અભય પાર્શ્વનાથ પ્રભુની પધરામણી
પૂ. સાગરજી મ.ના 230 ગ્રંથોનું વિમોચન થયું
સુરત : રવિવારના વહેલી સવારે આગમોદ્ધારક ધાનેરા આરાધના ભવનથી પ્રવચન પ્રભાવક પૂ. આ. સાગરચંદ્રસાગર સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં પ્રભુયાત્રા અને ગ્રંથરાજની યાત્રા રાજમાર્ગો પર થઇને વેસુના ત્રણે સંઘોમાં થઇ આગમોદ્ધારક ભવનમાં પહોંચી હતી.
આ પ્રભુજી અદભુત ચમત્કારિક અને વિલક્ષણ છે. જેમાં 42 જેટલા દેવી-દેવતા પ્રભુના ચરણકમળમાં છે, જેમના નામ મંત્રનો 60 લાખથી વધુ આલેખન થયા છે. એવા પ્રભુના જિનાલયનો મુખ્ય લાભ પ્રભુની પ્રતિષ્ઠા આદિ લાભ સંઘ દ્વારા વર્ષાબેન શરદભાઈ મહેતા પરિવારને અપાયો હતો.
આ સાથે 230 ગ્રંથોનો સંપુટ, જેમાં 25થી વધુ વિદ્વાન જૈનાચાર્યોની પ્રસ્તાવના છે તે સૌનું વિમોચન ઉષાકાંતભાઈ ઝવેરી, નરેશ મદ્રાસી, પિયુષભાઈ – પીપલોદ, વેસુના ટ્રસ્ટીગણ તથા અનેક સંઘોના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી અભય પાર્શ્વનાથ પ્રભુ ભરાવવા માટે એક લાખ આઠ હજારમાં વિવિધ પુણ્યવાનો જોડાયા હતા.