કરણી માતાનાં ૬૩૮ માં અવતરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયોજન
મહાઆરતી, મહાપ્રસાદ અને ભજન સંધ્યાનું આયોજન

સુરત : પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ડુમસ રોડ સ્થિત મંદિરમાં રાજરાજેશ્વરી જગદંબા માં કરણી નાં ૬૩૮ નાં અવતરણ દિવસે તારીખ ૨૯ સેપ્ટેમ્બર ને સોમવારની સાંજે ૭:૧૫ વાગ્યે માતાજીને મહાઆરતી બાદ ભાવિક ભક્તો મહા પ્રસાદ નો લાભ મેળવશે. ત્યારબાદ રાત્રે રાજસ્થાનનાં સુપ્રસિદ્ધ ભજન ગાયક શંકરદાન બિઠુ અને શંકરદાન બારહઠ પોતાનાં વિરજા સ્વરમાં ભજનો રજુ કરશે. તેમ બજરંગસિંહ કવિયાએ જણાવ્યું હતું.
આ પૂર્વે તા. ૨૮ અને ૨૯ નાં દિવસે સુરતનાં સચિન, પાંડેસરા, વડોદ તથા ગોડાદરા વિસ્તારમાંથી ભાવિક ભક્તો પગ પાળા દર્શનાર્થે આવશે. આ કાર્યક્રમએરપોર્ટ સામે સી.ડી પટેલ ગ્રાઉન્ડ નાં રામાયણ ફાર્મ હાઉસમાં ધામધુમથી ઉજવવામાં આવશે. પત્રકાર પરિષદ દરમિયાન બજરંગ સિંહ કવિયા, સંવર પ્રસાદ બુધિયા, લલિત શર્મા, સંતોક નાહર, ચંપાલાલ બોથરા, વિક્રમ સિંહ શેખાવત, ભવાની સિંહ કવિયા, દિનેશ જૈન, ભાવિન પટેલ, ગૌતમ જૈન હાજર રહ્યા હતા.