UTI મ્યુચ્યુઅલ ફંડ ગુજરાતમાં બારડોલી ખાતે નવું ફાઇનાન્સિયલ સેન્ટર શરૂ કરશે

સુરત – ભારતની અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ કંપની પૈકીની એક યુટીઆઇ એસેટ મેનેજમેન્ટ કંપની (UTI AMC) ગુજરાતમાં બારડોલી ખાતે યુજી-18 અને 19 સેન્ટ્રલ પ્લાઝા, સ્ટેશન રોડ, બારડોલી ખાતે તેનું યુએફસી શરૂ કરવાની જાહેરાત કરી છે.
કંપનીએ વિતરણનું માળખું સુદૃઢ કરવા અને દેશભરમાં રોકાsણકારો સરળતાથી સંપર્ક કરી શકે એ હેતુથી આયોજનપૂર્વક વિસ્તરણના ભાગરૂપે 33 નવા યુટીઆઇ ફાઇનાન્સિયલ સેન્ટર્સ (શાખાઓ) ખોલવાની જાહેરાત કરી છે. રોકાણકારો સરળતાથી સંપર્ક કરી શકે અને નાણાંકીય નિર્ણયો સમજપૂર્વક લઈ શકે એ હેતુ આ વિસ્તરણનો છે. યુટીઆઇ એએમસી દ્વારા સમગ્ર દેશમાં રોકાણકારો સાથેનો સબંધ ગાઢ બનાવવાના અને અનેક વર્ગો પોતાના નાણાંનું રોકાણ કરે એવા માહોલને પ્રોત્સાહન આપવાના ચાલુ પ્રયાસોમાં કચેરીઓનું આ વિસ્તરણ એક ચાવીરૂપ પગલું છે.
ઇમ્તિઆઝુર રેહમાન, એમડી અને સીઇઓએ જણાવ્યું હતું કે, “અમે અમારા ગ્રાહકોને અમારી પ્રોડક્ટ અને સેવાઓની સંપૂર્ણ શ્રેણી પહોંચાડવા માટે નવા યુટીઆઇ ફાઇનાન્શિયલ સેન્ટર્સ વ્યૂહાત્મક રીતે ખોલી રહ્યા છીએ, જેથી અમારી સેવાઓ સુલભ રહે એ સુનિશ્ચિત કરી શકાય. પાછલા કેટલાક વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડ્સમાં વ્યક્તિગત રોકાણકારોની, ખાસ કરીને B30 શહેરોમાંથી, વધતી ભાગીદારી ખરેખર નોંધપાત્ર અને પ્રેરણાદાયક રહી છે.