ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં વિદ્યાર્થીઓની NEET માં અભૂતપૂર્વ સફળતા
સુરત ખાતે જહાંગીરબાદ સ્થિત શાળા ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલનાં વિદ્યાર્થીઓએ NEET માં માં અભુતપૂર્વ દેખાવ કરીને સર્વોતમ્ પરિણામ મેળવેલ છે. કુલ 50 વિધ્યાર્થી દ્વારા પરીક્ષા આપી હતી અને આ તમામ વિધ્યાર્થી સફ્ર્ળતા પ્રાપ્ત કરી શાળા અને પોતાના માતા પિતા નું નામ રોશન કર્યું હતું વધુમાં શાળાના 4 વિધ્યાર્થી 520 થી પણ વધુ સ્કોર કરી મેડિકલ ક્ષેત્રે પોતાનું ઉજવ્વલ ભવિષય લ્ક્ક્ષ્યાંકિત કર્યું હતું
શાળાના વિધ્યાર્થી કે જેમણે બોર્ડ પરીક્ષામાં પણ ખુબ જ પ્રસંશનીય રીઝલ્ટ આપી A1 અને A2 માં સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું.અને જયારે આજે NTA દ્વારા NEET મેડિકલ પ્રવેશ માટે નું પરિણામ જાહેર થયું છે તેમાં શાળાના વિદ્યાર્થી
જીવાની હીર પરેશભાઈ 720 માંથી 647 માર્ક સાથે શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે સાથે સાથે શાળાની વિદ્યાર્થીની ભિમાની શ્રુષ્ટિ 720 માંથી 563 માર્ક સાથે બીજા ક્રમ પર અને લાવણ્યા વર્મા 720 માથી 526 માર્ક મેળવી ત્રીજા ક્રમ પર સ્થાન મેળવ્યું હતું. આમ આ પરિણામમાં પણ છોકરીઓ દ્વારા પ્રથમ ત્રણ સ્થાન માં બાજી મારી હતી
આ ઉપરાંત આ સાથે અન્ય 4 વિદ્યાર્થીઓ 500 સ્કોર થી વધુ સ્કોર મેળવેલ છે. અને 40 થી વધુ વિદ્યાર્થી 480 થી વધુ ગુણ પ્રાપ્ત કરેલ છે. આ તમામ વિધ્યાર્થી મેડિકલ ક્ષેત્ર વધુ સારી પ્રગતિ સાંધી સમાજને મદદરૂપ થવાની પ્રતિજ્ઞા લઈ શાળાના તમામ શિક્ષકોના આશીર્વાદ મેળવ્યા હતા
આ શાળાએ આગળનાં બધા રેકોર્ડ તોડીને મોટી સિધ્ધિ પ્રાપ્ત કરી તે બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કિશનભાઈ માંગુકિયા , કેમ્પસ ડાઇરેક્ટર શ્રી આશિષ ભાઈ વાઘાણી અને શાળા આચાર્ય શ્રી તૃષાર પરમાર અને ડૉ.વિરલ નાણાવટી દ્વારા વિદ્યાર્થી , વાલીમિત્રો તથા શિક્ષકગણને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે તથા વિદ્યાર્થીઓ જીવનમાં બીજી ઘણી સિધ્ધિઓ હાંસલ કરે તેવી પ્રેરણા આપવામાં આવેલ છે.