મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત આઈ.સી.ડી.એસ.ની અનોખી પહેલ
આણંદ જિલ્લાની ૪૨,૩૯૧ જેટલી કિશોરીઓ ભાગ લીધો
આણંદ – રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના આઇ.સી.ડી.એસ. દ્વારા૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી હોય તેવી કિશોરીઓ માટે પૂર્ણા યોજના અંતર્ગત સરકારશ્રી દ્વારા નકકી કરેલ ૧૦૦ દિવસની પ્રવૃતિ ચલાવવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિઓ અંતર્ગત આણંદ જિલ્લા પંચાયતના આઇ.સી.ડી.એસ. દ્વારા વિવિધ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આણંદ જિલ્લાની ૪૨,૩૯૧ જેટલી કિશોરીઓ ભાગ લીધો હતો.
તદ્અનુસાર એસ.એ.જી યોજના અંતર્ગત ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓ તથા પૂર્ણા યોજના અંતર્ગત ૧૫ થી ૧૮ વર્ષની તમામ કિશોરીઓને પોષણ અને પોષણ સિવાયની સેવાઓનો લાભ આપવામાં આવે છે. ૧૦૦ દિવસની કામગીરી માટે કિશોરીઓ આરોગ્ય અને પોષણ અંગે જાગૃત થાય અને જનજાગૃતિ અભિયાન દ્વારા પોતાના આરોગ્ય અને પોષણ માટે સજાગ બની સુપોષણ તરફ આગળ વધે તે માટે પ્રવૃત્તિ પ્લાન બનાવવામાં આવ્યો હતો.
આ આયોજન અંતર્ગત તા. ૨૫-૧૦-૨૦૨૧ થી ૧૦-૧-૨૦૨૨ ના સમયગાળા દરમિયાન કિશોરીઓ પાસે અલગ અલગ પ્રવૃતિઓ કરાવવામાં હતી જેમાં યોજનાનો ગરબો, રંગોળી હરીફાઈ, પૂર્ણા શક્તિ (ટી.એચ.આર.)માંથી વાનગી બનાવવી. માસિક સ્ત્રાવ અંગે સમજ, એનીમીયા અંગે સૂત્રોના બેનર સાથે પ્રભાત ફેરી, કિશોરીનો પોષણ વોક, પોષણ તોરણ બનાવવાની હરીફાઈ, આઈ.એફ.એ.ગોળી અંગે જાગૃતિ, કિશોરીઓના કાયદા વિષે સમજણ, સમતોલ આહારનું મહત્વ, જાતિય શિક્ષણ, પોષણ ચેઇન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
જે અંતર્ગત તાજેતરમાં જિલ્લાની દરેક આંગણવાડી, શાળા અને કોમ્યુનીટી હૉલમાં સેલ્ફી પોઈન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેલ્ફી પોઇન્ટની ચારે બાજુ IEC ના સૂત્રો લખી SAG અને PURNA યોજનામાં નોંધાયેલ ૪૨,૩૯૧ કિશોરીઓએ ભાગ લઈ સેલ્ફી લીધી હોવાનું તેમજ આ તમામ પ્રવૃતિઓ કોવિડ-૧૯ ગાઈડલાઇનના પાલન સાથે કરવામાં આવી હોવાનું આણંદના આઇ.સી.ડી.એસ. અધિકારીએ એક યાદી દ્વારા જણાવ્યું છે.