
સુરત: સુરત મહાનગરપાલિકા અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓને રમત ગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવાના હેતુસર શહેરના અઠવાલાઈન્સ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમમાં ‘સુમન ખેલકુદ કૌશલ્ય સંવર્ધન’ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કેરાલા કલા સમિતિ ટ્રસ્ટ સંચાલિત સમિતિ ગુજરાતી માધ્યમ શાળાના કુલ ૭૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જે પૈકી શાળાના વિદ્યાર્થીઓએ ટેકવાન્ડો સ્પર્ધામાં ૪ ગોલ્ડ, ૧ સિલ્વર અને ૪ બ્રોન્ઝ સહિત ૯ મેડલ જીત્યા હતા.