એજ્યુકેશન

જિલ્લા કક્ષાની કલા મહા કુંભ સ્પર્ધામાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું

સુરત : ઉગટ કેનલ રોડ, જહાંગીરાબાદ, સુરતની The Radiant International School ની પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓએ (ગર્લ્સ ટીમે) જિલ્લાકક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી પ્રથમ ક્રમ (1st Prize) મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીનીઓએ રજૂ કરેલી કૃતિઓમાં સર્જનાત્મકતા, મહેનત અને કળાપ્રેમ સ્પષ્ટપણે ઝળક્યો હતો. આ સિદ્ધિ માત્ર શાળા જ નહીં પરંતુ સમગ્ર સુરત શહેર માટે ગૌરવની બાબત છે.

શાળાના સંચાલકો,કેમ્પસ ડિરેક્ટર, પ્રિન્સિપાલ અને શિક્ષકમંડળે જણાવ્યું કે આ સિદ્ધિ વિદ્યાર્થીઓના અવિરત પ્રયત્નો અને શિક્ષકોના માર્ગદર્શનનું ફળ છે.આ સફળતા બદલ તમામ વિજેતા વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે અને ભવિષ્યમાં વધુ ઊંચાઈ હાંસલ કરવા પ્રેરણા અપાઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button