ધ રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ ના ધોરણ ૧૨ સાયન્સ ના વિધાર્થીઓ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી
સુરતની શાળા ધ રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ ના ધોરણ ૧૨ સાયન્સ ના વિધાર્થીઓ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલા મે-૨૦૨૨ પરિણામમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે
જ્ઞાન નમ્રતા આપે છે, નમ્રતા યોગ્યતા લાવે છે અને યોગ્યતા સફળતા લાવે છે, જેના કારણે વ્યક્તિ અથવા વિદ્યાર્થી તેના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કાર્ય કરે છે અને ખુશ રહે છે.”આવીજ નમ્રતા, યોગ્યતા સાથે ની મહેનત દ્વારા સુરતની શાળા ધ રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ ના ધોરણ ૧૨ સાયન્સ ના વિધાર્થીઓ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલા મે-૨૦૨૨ પરિણામમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
જેમાં A1 ગ્રેડ માં ૦૧ વિધાર્થી,A2 ગ્રેડ માં ૦૯ વિધાર્થીઓ અને 70ટકા લાવનાર 57% વિધાર્થીઓ એ સ્થાન મેળવી શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું હતું. વિધાર્થી સાથે ની સફળગાથા માં તેમણે શાળા ના શિક્ષકો ની ટીમ ની અથાગ પરિશ્રમ અને રીવિઝન ને પ્રથમ સોપાન ગણાવ્યું હતું આ પરીણામ સંદર્ભે શાળા ના ટ્રસ્ટી ગણ તેમજ મેનેજીંગ ડાયરેકટર કિશન માંગુકિયા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને હવે પછી ના મેડિકલ તેમજ એન્જિનિયરિંગ ક્ષેત્રે એજ્યુકેશન સ્કોલરશીપ આપવા માટે કહ્યું છે
તેમજ શાળા ના કેમ્પસ ડાયરેકટર આશિષ વાધાણી અને શાળા આચાર્ય ધર્મેશ જોષી દ્વારા દરેક વિદ્યાર્થી ને અભીનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી તેમજ સાયન્સ ના શિક્ષકો ની ટીમ ને શુભેચ્છાઓ સાથે માર્ચ-૨૦૨૩ માં વધુ જ્વલંત સફળતા માટે પ્રોત્સાહિત કર્યા હતા