સુરતઃ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વ્રારા ધોરણ – ૧૦ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના તેમજ ધોરણ ૧૨ સાયન્સ અને કોમર્સ ના વિદ્યાર્થી ભેગા થઈ ૧૨૦૦ વિદ્યાર્થી માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું લક્ષ્ય અર્જુન-૨ નુંઆયોજન કર્યું હતું.
“એક માત્ર જીદ એવી જે સફળતા અપાવે”
એટલે લક્ષ્ય અર્જુન પ્રિ-બોર્ડ પરીક્ષા તા-૦૯/૦૨/૨૦૨3 ને ગુરુવારના રોજથી ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ , ઉગત કેનાલ રોડ, અડાજણ, દ્વ્રારા ધોરણ – ૧૦ ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના તેમજ ધોરણ ૧૨ સાયન્સ અને કોમર્સ ના વિદ્યાર્થી ભેગા થઈ ૧૨૦૦ વિદ્યાર્થીઓ એ પ્રિ-બોર્ડ પરીક્ષામાં ઉમેદવારી નોધાવી હતી. જેમાં સુરતની જુદા-જુદા વિસ્તારની અંદાજિત 82 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પરીક્ષામાં પ્રશ્નપત્ર અમદાવાદ,બરોડા,આણંદ,રાજકોટ જેવી શાળામાંથી મંગાવ્યા હતા અને બોર્ડ જેવી જ પધ્ધતિથી બારકોડ સ્ટીકર,ખાખી સ્ટીકર, પત્રકો,પૂરવણી પરીક્ષાના સાહિત્ય તરીકે વાપરવામાં આવી હતી. સાથે સાથે ચાલુ વર્ષે વિદ્યાર્થી વધુ સારું પરિણામ મેળવી શકે તેના માટે તજજ્ઞો અને શિક્ષકો ના સહિયારા પ્રયાસ થી ધોરણ 10 અને 12 માટે પેપર સેટ બનાવી સ્મૃતિ ભેટ અર્પણ કરેલ છે
આ પરીક્ષાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીમિત્રો બોર્ડના તણાવથી દૂર રહી તે માટે નું પૂર્વ આયોજન કરી શકે. જેથી બોર્ડની વાસ્તવિક પરીક્ષામાં કોઈ ક્ષતિ ન રહે. આ પરીક્ષામાં જુદી-જુદી શાળાના આચાર્ય ને સ્કોવોર્ડ મેમ્બર તરીકેની ફરજ સોપવામાં આવી હતી.
આ પરીક્ષામાં કુલ ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં શાળાની 345 શિક્ષકોની ટીમ કાર્યરત રીતે જોડાય હતી.
શાળાના મેનેજિંગ ડિરેક્ટર કિશનકુમાર માંગુકીયા, કેમ્પસ ડિરેક્ટર આશીષ વાઘાણી તેમજ શાળાના આચાર્ય ધર્મેશભાઈ જોષી દ્વારા દરેક બાળકને પરીક્ષાની હૂંફની સાથે-સાથે બોર્ડની પરીક્ષા માટે દરેક વિદ્યાર્થીને પ્રોત્સાહનની સાથે સાથે “ પોતાના લક્ષ્યને પાર કેવી રીતે પાર પાડવો તેની ચાવી રૂપે માર્ગદર્શન આપ્યું હતું”
વાલી દ્વારા આ આયોજન ને શ્રેષ્ઠ ગણાવી તેમના પુત્ર-પુત્રી ની કારકીર્દી માટે ખૂબ જ આભાર તેમજ લક્ષ્ય અર્જુન-1 માં સફળ થયેલ ઉમેદવારો એ આ પરીક્ષાથી પોતાના બોર્ડ પરિણામમાં 10 થી 15 % નો વધારો થયો હતો તે બદલ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ ટીમ નો આભાર માન્યો હતો અને શાળાને અને સમગ્ર શાળા પરીવારને ધન્યવાદ તેમજ અભિનંદન પાઠવ્યા હતા.