ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ” ઉગત શાળામાં ક્રિસમસ સેલિબ્રેશન ની ઉજવણી
સુરતઃ આમતો ક્રિસમસ તહેવાર સૌથી વધુ નાના બાળકોને સૌથી પ્રિય હોય છે. એનું કારણ સાંતા ક્લોજ એટલેકે આપણાં માટે સારું ઇચ્છતા આપણાં પરિવારજણ બાળકો માટે નવી નવી ભેટ સોગાત લાવી સાંતાની અનુભૂતિ કરાવે છે.આવીજ અનુભૂતિ “ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ”અડાજણ* ના CBSE તેમજ GSEB ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રિ-પ્રાઇમરી વિભાગના બાળકો ને થાય તે માટે શાળાના કેમ્પસમાંજ તારીખ 23/12/2023 ના રોજ પાયજામા પાર્ટી(ક્રિસમસ સેલિબ્રેશન) નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શાળાના નાનાભૂલકાં અને તેમના શિક્ષકમિત્રો શાળામાંજ રાત્રિ રોકાણ (NIGHTOUT)નું આયોજન કર્યું હતું.આ આયોજનમાં નાના ભૂલકાંઓ માટે શાળા કેમ્પસમાજ TOY TRAIN(ટોય ટ્રેન),કાર્ટૂન કેરેક્ટર, જમ્પિંગ, DJપાર્ટી, રેમ્પવોર્ક, સેલફી ઝોન, ટેન્ટ હાઉસ, ફાયરકેમ્પ, લાઈવ પ્રફોમિંગ, સ્કાઇ ગેજેગિંગ, ફાયરક્રેકર શો,મૂવી શો જેવી પ્રવૃતિનું આયોજન કર્યું હતું.
આ તમામ એકટીવીબાદ આ નાના ભૂલકાંઓ તેમનાજ મિત્રો અને શિક્ષકમિત્રો સાથે શાળામાં સૂઈ ગ્યાં હતા આ એજ જગ્યા હતી જેમાં આ તમામ વિદ્યાર્થી રેગ્યુલર શાળામાં પોતાના અભ્યાસની પ્રવૃતિ કરતાં હોઈ છે. અને બીજા દિવસે એટલે કે તારીખ 24/12/2023 સવારના આ વિદ્યાર્થી પોતાના સ્વપ્નની મીઠી ઊંઘ માણી પોતાના ગિફ્ટ સાથે ઘરે પરત ફર્યા હતા. પણ વાસ્તવિક્તા એ હતીકે આ ભૂલકાંઓને ઘરે જવુંજ નહતું કારણકે તેમણે તો શાળાના સાંતા એટલે કે તેમના શિક્ષકો સાથેજ રહેવું હતું.
આ પ્રવૃતિ પાછળનો મુખ્ય ઉદેશ આજના આધુનિક અને મોબાઈલ ટેક્નોલૉજીના યુગમાં બાળકો બહારની દુનિયાને ભૂલી ચૂક્યા છે અને તેમના બાળપણને વિવિધ પ્રશ્નો વચ્ચે જજૂમી રહ્યાં છે. આથી શાળાના મેનેજિગ ડારેક્ટર કિશનભાઈ માંગુકિયા દ્વારા શાળાના પ્રિ-પ્રાઇમરી વિભાગના મેંટર શ્રી દેવીના દવાવાલા અને તેમની ટીમના સભ્યો સંગીતા ચા વાલા,ધ્રુતી માધવાની,કિમ્મી મેહતાને આ બાળકોને તેનું હાસ્ય(સ્મિત) તેની કલ્પના શક્તિ,તેમણે જોયેલા સ્વપ્ન ભેટ સ્વરૂપે આપવા માટે તેમજ આ નાના ભૂલકાં પોતાનામાં સેલ્ફ કોન્ફિડન્સ,ટીમ બિલ્ડીંગ, ઉપરાંત વિચારશીલ ની સાથે સાથે સારી બાબતો શીખે તે માટે પાયજામા પાર્ટી(ક્રિસમસ સેલિબ્રેશન) ની ઉજવણી કરવામાં આવી હતી.
શાળા મેનેજમેંટનો આ નવતર પ્રયોગ એ અંશે સફળ રહ્યો કે શાળાના ભૂલકાંઓના માતા-પિતા એ તેમના બાળકોમાં જોયેલ આ પરીવર્તનને ગર્વની સિદ્ધિથી જોઈ ગદગદિત થઈ ગયા હતા. અને આ તમામ પ્રવૃતિ માટે શાળા પરિવારનો અને શાળા મેનેજમેંટ નો આભાર માન્યો હતો.