ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે માર્ચ 2023 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટ પરીક્ષામાં ઉચ્ચતમ પરિણામ હાંસલ કર્યું

સુરતઃ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ચાલુ વર્ષે માર્ચ 2023 માં યોજાયેલ વિજ્ઞાન પ્રવાહમાં કુલ 69 જેટલા બાળકોએ ઉમેદવારી નોંધાવી હતી અને તારીખ 02-05 2023 ને મંગળવાર ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલ પરિણામમાં કુલ 5 કે તેથી વધુ વિદ્યાર્થીઓ 99 PR થી પણ વધુ સ્કોર કર્યો હતો તેમજ 15 થી વધુ વિદ્યાર્થીઓએ 90 PR થી વધુ સ્કોર કર્યો હતો અને 30 જેટલા વિદ્યાર્થીઓએ 85 PR થી વધુ સ્કોર આ પરિણામમાં કર્યો હતો.
ભીમાણી સૃષ્ટિ જે. 99.79 PR સાથે પ્રથમ ક્રમ
મોરડીયા તિલક આર. 99.50 PR સાથે દ્વિતીય ક્રમ
ઢોલા પલક બી. 99.33 PR સાથે તૃતીય ક્રમ મેળવ્યો
હતો.
આ પરિણામની સાથે જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ગુજકેટ રીઝલ્ટ જાહેર કર્યું હતું. જેમાં ગાબાણી જેનીલ 110.75 સ્કોર સાથે પ્રથમ ક્રમ ભીમાણી સૃષ્ટિ 107.75 સાથે દ્વિતીય ક્રમ અને મોરડીયા તિલક તથા પટેલ મંદીપ 100 ગુણના સ્કોર સાથે તૃતીય ક્રમ મેળવ્યો હતો.
સમગ્ર શ્રેષ્ઠતમ પરિણામમાં શાળાના શિક્ષકોનું યોગદાન ખૂબ જ વધુ હતું. જેથી શાળાના ટ્રસ્ટીગણ અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કિશનભાઇ માંગુકિયા એ બાળકોને મીઠાઈ તેમજ પુષ્પ અર્પણ કરી ભવિષ્યમાં વધુ સારી પ્રગતિ સાથે એ માટે અભિનંદન પાઠવ્યા હતા સાથે સાથે શાળાના કેમ્પસ ડાયરેક્ટર અને શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓને અને માતા પિતા દ્વારા આપેલ સહકારને બિરદાવ્યો હતો તેમ જ બાળકોને અને માતા પિતાને શુભેચ્છા પાઠવી હતી.